________________
૨૨. સ્મૃતિ અલંકાર (૬.૨૪)
સદર્શનાW{É તિઃ II (૬.૨૪) પહેલાં કોઈ વસ્તુ જોઈ હોય તેના જેવી બીજી વસ્તુ જોવાથી જે સ્મરણ થાય તે સ્મૃતિ અલંકાર કહેવાય છે. અર્થાત્ પહેલાં અનુભવેલા પદાર્થના તેના જેવો જ બીજો પદાર્થ જોતાં, જે સંસ્કાર જાગૃત થાય છે કે જે સ્મરણ થાય છે તેને સ્મૃતિ અલંકાર કહે છે. - આ અલંકાર સાદશ્ય પર અવલંબે છે. કમળને જોઈને કોઈને પ્રિયાનું મુખ યાદ આવે છે ત્યાં સ્મરણ દ્વારા કમળ અને પ્રિયાનું મુખ એ બેનું સાદૃશ્ય બતાવવાનો જ કવિનો આશય હોય છે. સાદશ્ય ન હોય તો ‘સ્મૃતિ અલંકાર ન બને.
મમ્મટ આને સ્મરણ અલંકાર કહે છે(કા. પ્ર. ૧૦.૧૩૫). સંસ્કૃત સાહિત્યમાં આ અલંકારના અનેક હૃદયંગમ દાખલા મળે છે. ૨૩. ભ્રાન્તિ અલંકાર (૬.૨૫)
વિપર્યયો ઐત્તિઃ (૬.૨૫) જ્યાં ઊંધું જ્ઞાન થાય તે ભ્રાન્તિ અલંકાર. કેટલાક એને “ભ્રાન્તિમાન પણ કહે છે. | સરખી વસ્તુ જોઈને જોનારને ઊંધું જ્ઞાન થાય તે ભ્રાંતિ અલંકાર જ્યાં ભ્રમને કારણે, સાચી વસ્તુ ન જોતાં, મનમાં હોય તે જ વસ્તુએ છે એમ માનીવર્તન કરવામાં આવે ત્યાં ભ્રાન્તિ અલંકાર થાય છે. ટૂંકમાં વસ્તુનો ભ્રમ તે બ્રાંતિ. સ્મરણથી આ અલંકાર જુદો છે. કમળ જોઈને પ્રિયાનું મુખ યાદ આવે તે સ્મરણ; પણ કમળને જ ભૂલથી પ્રિયાનું મુખ માની લેવું તે બ્રાન્તિ. જો કે સ્મરણ તથા ભ્રાન્તિમાં સાદેશ્ય બતાવવાનો કવિનો આશય હોય છે એ સ્પષ્ટ છે. હેમચન્દ્રાચાર્ય નોંધે છે કે અહીં રૂપક કે અતિશયોક્તિ નથી લેવાની – એમાં બ્રમનો અભાવ હોય છે. ૨૪. વિષમ અલંકાર (૬.૨૬)
ક્રિયાત્તાભાવોનWશ વિષમK II (૬.૨૬). અર્થાત્ “કાર્યનું ફળ ન મળે અને ઉપરથી ક્રિયાના કર્તા ઉપર અનર્થ આવી પડે એ વિષમ અલંકાર.”
આ મમ્મટના વિષમ અલંકારનો એક પ્રકાર છે. મમ્મટે બે કારિકાઓ-(કા. પ્ર. ૧૦.૧૨૬-૧૨૭)માં વિષમ અલંકારની વિસ્તૃત વ્યાખ્યા આપી છે અને
૫૪૨