________________
૨૧. અનુમાન અલંકાર (૬.૨૩)
હેતો: સાધ્યાવાગોડનુમાનમ્ (૬.૨૩) અર્થાત્ જયાં હેતુ વડે સાધ્યનું જ્ઞાન થાય તે અનુમાન અલંકાર.”
આવા અનુમાનમાં આવતો હેતુ એવો હોય છે કે તેના વગર બીજી કોઈ વસ્તુ પરથી સાધ્યનું જ્ઞાન થઈ શકે જ નહીં.
મમ્મટના શબ્દોમાં, “જ્યાં સાધ્ય અને સાધન(હેતુ) કહેલાં હોય ત્યાં અનુમાન અલંકાર થાય છે (કા. પ્ર. ૧૦.૧૧૭). “અનુમાન' એ ન્યાયશાસ્ત્રનો શબ્દ છે. અનુમાનમાં સાધ્ય, સાધન, વ્યાપ્તિ, પક્ષ, સપક્ષ, વિપક્ષ વગેરે હોવાં જરૂરી છે. પણ કાવ્યમાં આવતા અનુમાનમાં સાધ્ય અને સાધન(હેતુ) બેનો જ ઉલ્લેખ હોય છે. પક્ષધર્મત્વ, અન્વયિત્વ અને વ્યતિરેક્તિત્વ એ ત્રણ રૂપોથી જે યુક્ત હોય તે હેતુ કે સાધન કહેવાય છે અને ધર્મી એટલે પક્ષ(પર્વત)માં, અગ્નિ છે તે બતાવવું તે સાધ્ય કે સિદ્ધ કરવાની બાબત છે.
પણ કેવળ તાર્કિક વાક્યોથી અનુમાન અલંકાર ન બને. પણ, કવિપ્રતિભાથી નિર્માણ થયેલું અનુમાન જ અલંકાર બને છેજેમ કે, રુદ્રટે(૭.૫૭) આપેલો સાનુજ્ઞ{ એ શ્લોક તથા દંડીએ (૨.૧૮) ટાંકેલો નિતું શક્યમ્ એ શ્લોક, અનુમાન'નો આસ્વાદ્ય ઉદાહરણો (૬૩૯; ૬૪૦) બની રહે છે. અનુમાન'માં અર્થપત્તિ આવી જાય છે
અનુમાન અલંકારમાં અર્થપત્તિ પણ આવી જાય છે. જ્યારે એક પદાર્થ આપેલો હોય ત્યારે બીજો તેવો પદાર્થ ધારી લેવામાં આવે તે અર્થપત્તિ. દંડીના ઉપરોક્ત શ્લોકમાં અર્થપત્તિ છે. પણ હેમચન્દ્રાચાર્ય અર્થપત્તિ અલંકારનો અસ્વીકાર કરે છે અને કહે છે કે અનુમાન, અર્થાપત્તિનાં લક્ષણોથી યુક્ત છે(વિવેક, પૃ. ૩૯૧). હેમચન્દ્રાચાર્યે ઉદા. ૬૪૧માં રજૂ કરેલા શ્લોકમાં સુમ અલંકાર છે; પણ તેનો તેઓ, સ્વીકાર કરતા નથી; અને કહે છે કે, સૂક્ષ્મનો અનુમાનમાં અંતર્ભાવ છે જ (વિવેક, પૃ. ૬૯૧). પણ મમ્મટ આ જ શ્લોક (સંતનમનાં વિદ્ર જ્ઞાત્વિાઉદા. ૬૪૧), સૂક્ષ્મ અલંકારના ઉદાહરણ તરીકે ટાંકે છે (કા. પ્ર. ૧૦.૧૨૨ની વૃત્તિ). આકાર, ઇગિત વગેરે વડે જાણી લીધેલો સૂક્ષ્મ અર્થ, કોઈ ધર્મથી, બીજાને જણાવવામાં આવે તે સૂક્ષ્મ અલંકાર. ઉપરોક્ત શ્લોકમાં ઇગિત(ચેષ્ટા)થી ચતુર નાયિકા, નટનો મનોભાવ જાણી લે છે.
૫૪૧