________________
જ્યારે પ્રકૃતિ કે અપકૃત પદાર્થથી બીજા પ્રકૃતિ પદાર્થને છુપાવવામાં આવે છે (અપલાપ) ત્યારે અપવ્રુતિ અલંકાર થાય છે. અપવુતિના બે પ્રકાર છે : ૧. પ્રકૃત વડે પ્રકૃતિને છુપાવવું તે; અને ૨. અપકૃત વડે પ્રકૃતિને છુપાવવું તે.
“અપસ્કૃતિ એટલે જ કશુંક છુપાવવું તે. આ અલંકારમાં વ્યાજોક્તિ અલંકાર સમાઈ જાય છે. વ્યાજક્તિમાં પણ પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાનું કાઢીને છુપાવવામાં આવે છે(કા. પ્ર. ૧૦.૧૧૮). મમ્મટ “અપતિ અને વ્યાજક્તિને અલગ માને છે (કા.પ્ર. ૧૦.૯૫;) “આ મુખ નથી; પણ ચંદ્ર છે” એ દાખલો “અપવ્રુતિ'નો છે. મમ્મટ કહે છે કે, “અપવ્રુતિમાં ઉપમેય અને ઉપમાન એ બે વસ્તુ વચ્ચે સામ્ય વિરક્ષિત હોય છે; જ્યારે વ્યાજક્તિ'માં, સામ્ય વિવિક્ષત હોતું નથી. એટલે વ્યાજોક્તિનો, અપવ્રુતિમાં સમાવેશ થઈ શકે નહીં(કા. પ્ર. ૧૦.૧૧૯ની વૃત્તિ). હેમચન્દ્રાચાર્ય પણ સ્વીકારે છે કે અપકુતિમાં સાદૃશ્ય તાત્પર્યભૂત છે અને એમાં વાચ્યાર્થ કરતાં લક્ષ્યાર્થનું વધુ મહત્વ હોય છે - પણ તેમાં રૂપકની શંકા ન કરવી (વિવેક, પૃ. ૩૮૮). ૨૦. પરિવૃત્તિ અલંકાર (૬.૨૨)
પથવિનિમયૌ પરિવૃત્તિ: 1 (૬.૨૨). એટલે કે, જ્યાં પર્યાય અને વિનિમય હોય ત્યાં પરિવૃત્તિ અલંકાર થાય છે.
એક વસ્તુ અનેકમાં જાય અથવા અનેક વસ્તુ ક્રમથી એકમાં આવે તે પર્યાય અને, સમ પદાર્થની સાથે સમ પદાર્થની તથા નિકૃષ્ટ પદાર્થની સાથે નિકૃષ્ટ પદાર્થની અદલાબદલી તે વિનિમય. આમ બે પ્રકારના પર્યાય તથા ત્રણ પ્રકારનો વિનિમય કે પરિવૃત્તિ -એ બધા પરિવૃત્તિના પ્રકારો થાય છે.
અહીં હેમચન્દ્રાચાર્યે, બીજા આલંકારિકોએ જુદા જુદા માનેલા પર્યાય અને “પરિવૃત્તિ' એ બે અલંકારોને એક જ અલંકાર- ‘પરિવૃત્તિમાં સમાવ્યા છે. મમ્મટે ‘પદાર્થોની સમાન અથવા અસમાન પદાર્થો સાથે અદલાબદલીને પરિવૃત્તિ અલંકાર ગણ્યો છે (કા. પ્ર. ૧૦.૧૧૩) અને એક વસ્તુની ક્રમથી અનેક સ્થાને સ્થિતિને તથા અનેક વસ્તુની વારા ફરતી એક જ સ્થળે વસતી હોય તેને પર્યાય અલંકાર માન્યો છે(કા. પ્ર. ૧૦.૧૧૭). અને તરં નમિત્ત એ સુદામાના ઘરનું વર્ણન કરતો શ્લોક ઉદાહરણરૂપે ટાંક્યો છે. કુમારસંભવ’નો સ્થિતા ક્ષણમ્ એ, પાર્વતીના શરીર પર પડતાં વર્ષાનાં પ્રથમ જલબિંદુઓનું વર્ણન કરતો શ્લોક, એક વસ્તુની ક્રમથી અનેક સ્થાને સ્થિતિરૂપ પર્યાયનો દાખલો છે. હેમચન્દ્રાચાર્યે પરિવૃત્તિ અલંકારનાં વિવિધ પ્રકારનાં ઉદાહરણો ટાંક્યાં છે.
૫૪૦