________________
અર્થાત્ “ઉપમેયનો ઉત્કર્ષ તેમ જ ઉપમાનનો અપકર્ષ એ બન્નેને બતાવનાર ધર્મો તથા ઉમેય અને ઉપમાન એ બેની વચ્ચેનું સામ્ય - આ ત્રણેયને એક વખત કહે અને એક વખત ન કહે ત્યારે ઉપમેયનું દર્શાવાતું ચડિયાતાપણું (આધિક્ય) તે વ્યતિરેક અલંકાર (છે).”
ટૂંકમાં ઉપમેયને જ્યાં ઉપમાન કરતાં ચાર ચાસણી ચઢિયાતો વર્ણવાય છે ત્યાં વ્યતિરેક અલંકાર થાય છે. આ અલંકારના વૃત્તિમાં બતાવ્યા પ્રમાણે આઠ પ્રકાર થઈ શકે છે. ૧૭. અર્થાન્તરન્યાસ અલંકાર (૬.૧૯)
વિપશ્ય સામાન્ય સાધવૈધાં સમર્થનમર્થીતરચાસ: . (૬.૧૯)
“વિશેષ વાક્યનું સામાન્ય વાક્ય વડે જે સમર્થન થાય તે અર્થાન્તરન્યાસ - અલંકાર. આ સમર્થન સાધચ્ચેથી તેમ જ વૈધર્મથી (બે રીતે) થાય છે.”
નોંધપાત્ર છે કે, જ્યાં સામાન્યનું વિશેષથી સમર્થન થાય છે તે અર્થાન્તરન્યાસનો (બીજો) પ્રકાર ગ્રંથકારે અહીં નિરૂપ્યો નથી; કારણ કે અગાઉ નિદર્શન અલંકારમાં બે પ્રકાર સમાવી લીધો છે. પણ સમર્થ સમર્થકભાવ બન્નેમાં હોય છે.
પણ મમ્મટ(કા. પ્ર. ૧૦.૧૦૯) ૧. સામાન્યથી વિશેષનું અને ૨. વિશેષથી સામાન્યનું સમર્થન થાય તે બે પ્રકારોને અર્થાન્તન્યાસ કહે છે.
અહીં પ્રસ્તુત વાતની પુષ્ટિ માટે અપ્રસ્તુત વાત રજૂ થાય છે. ૧૮. સસંદેહ અલંકાર (૬.૨૦).
સ્તુત્યે સંશય: સસઃ II (૬.૨૦)
અર્થાત્, “સ્તુતિના હેતુથી સંશયની ઉક્તિ તે સસન્ટેહ અલંકાર.” આ અલંકાર ઘણે ભાગે બીજા (ઉપમા, રૂપક વગેરે) કોઈ અલંકાર પર આધાર રાખતો હોય છે.
- ઉપમેય ઉપમાન છે કે નહીં – એવો સંશય વ્યક્ત થયો હોય ત્યારે આ અલંકાર થાય છે. એના ચાર પ્રકાર થાય છે. મમ્મટ ૧. શુદ્ધ ૨. નિશ્ચયગર્ભ અને ૩. નિશ્ચયાત્ત એ ત્રણ પ્રકારો નિરૂપે છે. ૧૯, અપવ્રુતિ અલંકાર (૬.૨૧) પ્રવૃતાપ્રવૃતામ્યાં પ્રકૃતી લાપોડપતિઃ I (૬.૨૧)
પ૩૯