SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ “વ્યક્તિવિવેક'(૨.૧૧૪ થી ૧૧૮; ૧૨૦; અવતરણ-૧૨૫-૧૬૧) ગ્રંથમાં કહી છે : “જગતમાં વસ્તુનાં બે રૂપ છે. ૧. સામાન્ય રૂપ જે વિકલ્પ(વિચાર)થી જણાય છે, ગ્રહણ થાય છે. એ જ અર્થ બધા શબ્દોનો વિષય છે. તેથી એ શબ્દો માત્ર સામાન્યનો બોધ કરાવે છે. ૨. પણ જે આ વસ્તુનું વિશિષ્ટ રૂપ છે તે પ્રત્યક્ષ અનુભવનો વિષય છે અને એ જ સારા કવિઓની પ્રતિભા પ્રસૂત વાણીનો વિષય થાય છે. કારણ, કવિની એ પ્રજ્ઞા જ તો પ્રતિભા છે, જે રસને અનુરૂપ શબ્દ તથા અર્થના વિચારમાં નિશ્ચલચિત્ત થતાં સ્વરૂપનો સ્પર્શ કરવાથી ઉન્મિષિત થાય છે. એ (પ્રતિભા) જ ભગવાન શિવનું ત્રીજું લોચન છે જેથી તેઓ ત્રિકાલના પદાર્થોનું સાક્ષાત્ દર્શન કરે છે(૧૧૪-૧૧૮). અર્થના સ્વભાવની જે ઉક્તિ છે તે અલંકાર એટલા માટે મનાઈ છે કે, ઉપરોક્ત પ્રતિભા એમાં પદાર્થોને ચિત્રિત કરે છે અને એ (પદાર્થો) આંખે જોયેલા હોય તેવા લાગે છે” (૧૨૦). ૧૪. વ્યાજસ્તુતિ અલંકાર (૬.૧૬) સ્તુતિનિયોરન્યપરતા વ્યનિસ્તુતિઃ II (૬.૧૬) એટલે કે, જ્યાં સ્તુતિ અને નિંદા અન્યોન્ય નિંદા અને સ્તુતિ દર્શાવવા માટે પ્રયોજાય છે ત્યાં વ્યાજસ્તુતિ અલંકાર થાય છે. આનો અર્થ એ કે જ્યાં સ્તુતિનો નિંદા એવો અર્થ થતો હોય અને નિંદાનો સ્તુતિ એવો અર્થ થતો હોય તે વ્યાજસ્તુતિ અલંકાર છે. વ્યાજસ્તુતિ એટલે ખોટા બહાને કરેલી સ્તુનિ. અર્થાત્ નિંદાને બહાને સ્તુતિ; નેસ્તુતિને બહાને નિંદાબહારથી સ્તુતિ લાગે પણ વસ્તુતઃનિંદા હોય; અને બહારથી નિંદા લાગે પણ અંદરખાનેથી સ્તુતિ હોય તે વ્યાજસ્તુતિ. ૧૫. શ્લેષ અલંકાર (૬.૧૭) વાચસ્થાનેવાર્થતા સ્નેપઃ II (૬.૧૭) વાક્યના અનેક અર્થ તે શ્લેષ. જ્યાં, વાક્યમાંનાં પદોનો એક જ અર્થ થતો તો પણ વાક્યના અનેક અર્થ થતા હોય ત્યાં “શ્લેષ' નામનો અર્થાલંકાર થાય છે; જેમ કે ઉદા. ૬૧૯માં ‘વિભાકર'ના સૂર્ય અને વિભાકર નામનો રાજા એ બે અર્થો થવાથી વાક્યના બે અર્થ થાય છે - એકીસાથે બે વાગ્યાર્થ સમજાય છે. મમ્મટની વ્યાખ્યા તથા વૃત્તિ આ જ વાત કહે છે (કા. પ્ર. ૧૦.૯૬). ૧૬. વ્યતિરેક અલંકાર (૬.૧૮) उत्कर्षापकर्षहेत्वोः साम्यस्य चोक्तावनुक्तौ चोपमेयस्याधिक्यं व्यतिरेकः । (૬.૧૮) ૫૩૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy