________________
સમાસોક્તિ અલંકારનું સાહિત્યિક મહત્ત્વ ઉલ્લેખનીય છે. શ્લિષ્ટ વિશેષણોથી (પિત્તવિશેષઔ:) (અપ્રકૃત) ઉપમાનનું સૂચન એ સમાસોક્તિની ખાસિયત છે. ૩પઢાળ૦ એ પાણિનિનો પ્રસિદ્ધ શ્લોક “સમાસક્તિનું ઉદાહરણ(૬૧૩) છે. આ શ્લોક ધ્વન્યાલોક' (૧.૧૩ની વૃત્તિમાં) સમાસોક્તિના દૃષ્ટાન્તરૂપે જ ચર્ચાયો છે. એમાં પોઢરાળ, વિસ્તોતતારમ્ છે. વિશેષણો
શ્લેષયુક્ત છે અને તે દ્વારા ચન્દ્ર અને સંધ્યામાં નાયક-નાયિકાના વ્યવહારનું આરોપણ થયું છે, એ જ ચમત્કૃતિનું કારણ છે. અભિનવગુપ્ત લોચન' (પૃ. ૧૦૯)માં આ શ્લોકનું વિવરણ કર્યું છે તે “વિવેકમાં રજૂ થયું છે(પૃ. ૩૭૮૭૯). અને ત્યાર બાદ શ્લેષ અલંકાર સાથે સમાસોક્તિનો જે વિશિષ્ટ અનિવાર્ય સંબંધ છે તેનું પણ “વિવેકમાં જ વિવેચન કરવામાં આવ્યું છેશ્લેષ વિના સમાસોક્તિ સંભવતી નથી
સમાસોક્તિ શ્લેષ વગર સંભવતી નથી. તેથી કોઈ કહેશે કે સમાયોક્તિમાં, શ્લેષ અને સમાસોક્તિનો સંકર(મિશ્ર) અલંકાર છે. પણ એ મત યથાર્થ નથી. સંકર” તો ત્યાં થાય છે જ્યાં બે અલંકારો એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે; જેમ કે વિરોધ અને વ્યતિરેક તથા શ્લેષ. “શ્લેષ'ના અભાવે, ‘વિરોધ હોય છે(ઉદા. ૫૮૮; દ્રટ ૯.૩૭); અને એ જ રીતે, ઉદા. ૬૨૦માં “વ્યતિરેક છે. બીજી તરફ, ‘વિરોધ” અને વ્યતિરેક ન હોવા છતાં મસાવુથમાઢ: એ શ્લોકમાં (ઉદા. ૪૯૦; કાવ્યાદર્શ ૨.૩૧૧), “શ્લેષ' છે. એટલે આવા બે સ્વતંત્ર અલંકારો-દા.તવિરોધ અને શ્લેષનો તથા શ્લેષ અને વ્યતિરેકનો સંકર’ થાય તે બરાબર છે. પણ સમાસોક્તિ તો સમાન વિશેષણોને વ્યક્ત કરતાં શ્લેષયુક્ત પદોથી જ અસ્તિત્વમાં આવે છે - આ સંજોગોમાં “સમાસોક્તિ અલંકાર (શ્લેષથી) સ્વતંત્ર છે એમ કહી શકાય જ નહીં; શ્લેષથી જ તો એ ટકે છે” (વિવેક પૃ. ૩૭૯). ૧૩. જાતિ કે સ્વભાવોક્તિ અલંકાર (૬.૧૫)
સ્વભાવસ્થાનં ગતિઃ | (૬.૧૫) એટલે કે, કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના સ્વભાવનું વર્ણન તે જાતિ (કે “સ્વભાવોક્તિ'), અલંકાર. સૂત્રમાં “સ્વભાવાખ્યાનમ્' કહ્યું છે તેનો અર્થ છે સ્વભાવનું કથન કે વર્ણન. “સ્વભાવની વાત કરતાં ગ્રંથકાર વૃત્તિમાં કહે છે કે, ‘પદાર્થની અમુક એક પ્રકારની અવસ્થા તે સ્વભાવ.” અને એ સ્વભાવ આકૃતિ,
૫૩૬