________________
અલગ બતાવવાની આવશ્યકતા રહેતી નથી. કેમ કે, કહેવાની શૈલીના ભેદથી (ઉક્તિ વૈચિત્ર્ય માત્રથી) જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવે તો અનંત પ્રકારના અલંકારો થઈ જશે (વૃત્તિ, પૃ. ૩૭૭). આ વચનો શ્રી હેમચન્દ્રાચાર્યની રમણીયતાલક્ષી અલંકાર-વિચારણા સમજવામાં ખૂબ જ માર્ગદર્શક બની
રહે છે.
વિવેક'માં ગ્રંથકારે પોતે રજૂ કરેલાં વિરોધાલંકારનાં વિવિધ ઉદાહરણો(૫૮૮-૬૧૦)માં ક્યાં ક્યાં વિભાવના, વિશેષોક્તિ વગેરે ઉપરોક્ત સાત અલંકારો રહેલા છે તે દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે આ બધા અલંકારોને જુદા ગણવા નહીં. ૧૧. સહોક્તિ અલંકાર (૬.૧૩) - સહાર્ણવતીર્મચન્વયઃ સો$િ: II (૬.૧૩)
અર્થાત્ “સહ (સાથે) એ અર્થના બળે સાધારણ ધર્મનો બે પદાર્થોની સાથે સંબંધ જોડવામાં આવે તે સહોક્તિ અલંકાર.”
ટૂંકમાં ક્રિયા અને ગુણ એ સ્વરૂપના સાધારણ ધર્મવાળી બે વસ્તુઓને સહ શબ્દના કે “સહનો અર્થ બતાવતા શબ્દના બળથી એક વાક્યમાં બતાવવી તેમાં સહોક્તિ અલંકાર રહેલો છે; દા.ત. “રઘુવંશ' (૩.૧૧)નો શ્લોક (ઉદા. ૬૧૧). અનેક વસ્તુઓમાં એ “સહભાવ'નું કથન (ઉક્તિ) તે સહોક્તિ. “વિવેક'માં ગ્રંથકાર સહોક્તિના બચાવમાં બળવાન દલીલો રજૂ કરે છે; કેમ કે, કેટલાક સહોક્તિ-સમાસક્તિને અલંકાર ગણતા જ નથી(પૃ. ૩૭૮). ૧૨. સમાસોક્તિ અલંકાર (૬.૧૪)
fસ્તવિશેષરુપમાનથી: સમસો$િ: I (૬.૧૪) ' અર્થાત્ “જ્યારે (પ્રકૃત) ઉપમેય સંબંધી શ્લેષયુક્ત વિશેષણોથી (અપ્રકૃત) ઉપમાનનું જ્ઞાન કે સૂચન થાય છે ત્યારે સમાસોક્તિ અલંકાર થાય છે.”
આ અલંકારને “સમાસોક્તિ નામ એટલા માટે આપ્યું છે કે, એમાં સમાસથી એટલે કે સંક્ષેપથી, ટૂંકમાં એક શબ્દથી, બે અર્થ બતાવાય છે. વામને કહ્યું છે કે, આ અલંકારમાં સંક્ષેપમાં વર્ણન કરવામાં આવે છે તેથી આનું નામ સમાસોક્તિ પડ્યું છે (કા. અ. સૂ. વૃ. ૪.૩.૩.). વામનના મતે ઉપમેય ન કહેતાં, ઉપમાનનું વર્ણન હોય ત્યાં આ અલંકાર થાય છે.
૫૩૫