________________
અતિશયોક્તિનું વિશાળ ક્ષેત્ર
આ અતિશયોક્તિ બધા વિષયોમાં પ્રાણભૂત થઈને રહે છે. એટલું જ નહિ, અતિશયોક્તિ વિના કોઈ જ અલંકાર થઈ શકતો નથી. આથી, સામાન્ય, મીલિત, એકાવલી, નિદર્શના, વિશેષ વગેરે અલંકારોનું પ્રતિપાદન કરવું એ યોગ્ય નથી એમ, વૃત્તિમાં, શ્રીહેમચન્દ્રાચાર્ય કહે છે(વૃત્તિ પૃ. ૩૭૧). જો કે મમ્મટે આ બધા જ અલંકારોને ચમત્કારયુક્ત માન્યા છે અને તેમનું નિરૂપણ કર્યું છે(કા. પ્ર. ૧૦.૧૩૪; ૧૩૦, ૧૩૧-૯૬/૯૭; ૧૩૫/૧૩૬). આ સંદર્ભમાં હેમચન્દ્રાચાર્યે ભામહ(૨.૮૫)ના શબ્દો ટાંક્યા છે; કારણ, ભામહ, અતિશયોક્તિને બધા અલંકારોનું મૂળ માને છે.
૯. આક્ષેપ અલંકાર (૬.૧૧)
વિક્ષિતસ્ય નિષેધ વોપમાનસ્યાક્ષેપશ્ચાક્ષેપઃ ॥ (૬.૧૧)
અર્થાત્ “જે કહેવાનું હોય તેનો નિષેધ કરવો તે એક; અને ઉપમાનનો તિરસ્કાર કરવો તે બીજો-આ બન્ને પ્રકારે આક્ષેપ અલંકાર થાય છે.’’
કહેવાની વસ્તુ પ્રસ્તુત હોવાથી મુખ્ય છે. તે કહેવાની અશક્ય છે અથવા તે અતિ-પ્રસિદ્ધ છે - એટલે તેને વિશે વિશેષ બોલવાનો જાણે(વ) નિષેધ જેવું કરાય છે, પણ ખરી રીતે નિષેધ હોતો નર્થી. બલકે, એ નિષેધ વડે તાત્પર્યથી કશું વિશેષ કહેવાય છે. આ એક પ્રકારનો આક્ષેપ-અલંકાર છે; ઉદા. ૫૮૩ (ભામહ ૨.૬૯); ૫૮૪. અને ઉપમાનનો તિરસ્કાર (આક્ષેપ) એ બીજા પ્રકારનો આક્ષેપ અલંકાર; ઉદા. ૫૮૫; ૫૮૬ (રુદ્રટ ૮.૭૮).
૧૦. વિરોધ અલંકાર (૬.૧૨)
પદાર્થોમાં પરસ્પર વિરોધનો આભાસ તે વિરોધાલંકાર अर्थानां વિશેષાભાસો વિરોધ ॥ (૬.૧૨)
અહીં ખરેખર વિરોધ નથી; પણ વિરોધનો આભાસ છે. જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યરૂપ પદાર્થોનો, સજાતીયની સાથે, ખરેખર વિરોધ ન હોવા છતાં, પરસ્પર પ્રતિબંધ કરે એ પ્રકારનો વિરોધ; અને પરસ્પર વિરોધ કરે તે પ્રકારનો વિરોધ-આમ બે પ્રકારના વિરોધનો આભાસ હોય છે. આમાં પરસ્પર પ્રતિબંધરૂપ વિરોધના દસ પ્રકારો છે. વળી, વ્યાઘાતરૂપ વિરોધના વિવિધ દાખલા મળે છે. વિરોધના આ સર્વ પ્રકારો વિરોધાલંકારમાં સમાઈ જતા હોવાથી વિભાવના, વિશેષોક્તિ, અસંગતિ, વિષમ, અધિક, વ્યાઘાત, અતદ્ગુણ જેવા અર્થાલંકારો
૫૩૪
-