SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ આનો અર્થ એ કે ૧. જ્યારે સામાન્ય પ્રસ્તુત હોય ત્યારે તેનાથી બીજા વિશેષની ઉક્તિ; ૨. વિશેષ પ્રસ્તુત હોય ત્યારે સામાન્યની ઉક્તિ; 3. કાર્ય પ્રસ્તુત હોય ત્યારે કા૨ણની ઉક્તિ; ૪. કારણ પ્રસ્તુત હોય ત્યારે કાર્યનું કથન; ૫. એક પદાર્થ પ્રસ્તુત હોય ત્યારે તેના જેવા બીજા પદાર્થનું કથન કે ઉક્તિ તે અન્યોક્તિ. વૃત્તિમાં આપેલાં ઉદાહરણો(૫૬૧-૫૬૫) આ બધાં પાસાંને સ્પષ્ટ કરે છે. અન્યોક્તિમાં સૂચિતાર્થનું મહત્ત્વ હોય છે. હેમચન્દ્રાચાર્યનો ‘અન્યોક્તિ’ અલંકાર, મમ્મટના પંચવિધ ‘અપ્રસ્તુતપ્રશંસા’ (કા. પ્ર. ૧૦.૯૮-૯૯)ને મળતો જ અલંકાર છે, એ સ્પષ્ટ છે. અપ્રસ્તુતના વર્ણનદ્વારા પ્રસ્તુતનું સૂચન તે અપ્રસ્તુતપ્રશંસા અલંકાર. આ અલંકારનો સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક પ્રયોગ થયેલો જોવા મળે છે. હેમચન્દ્રાચાર્ય અન્યોક્તિનો નિદર્શના, અર્થાન્તરન્યાસ, વ્યાજસ્તુતિ અને શબ્દશક્તિમૂલધ્વનિથી ભેદ દર્શાવે છે. ૭. પર્યાયોક્ત અલંકાર નવમા સૂત્ર(૬.૯)માં ગ્રંથકાર પર્યાયોક્ત૪૪ અલંકારની વ્યાખ્યા આપે છે : વ્યંયોત્તિ: પર્યાયોńમ્ ॥ (૬.૯) અર્થાત્ ‘વ્યંગ્યાર્થ કહી દેવો તે પર્યાયોક્ત (અલંકા૨) છે.' જ્યાં વ્યંગ્ય અર્થને, બીજી રીતે, સુંદર રીતે સ્પષ્ટ કરી દેવામાં આવેછેત્યાં પર્યાયોક્ત અલંકાર થાય છે. આથી જ પર્યાયોક્ત અલંકાર અન્યોક્તિથી જુદો પડે છે. અન્યોક્તિમાં સૂચિત અર્થ બીજી રીતે, કહેવાતો નથી; પણ અપ્રસ્તુત વડે તેનો આક્ષેપ(સૂચન) થાય છે. ૮. અતિશયોક્તિ અલંકાર (૬.૧૦) विशेषविवक्षया भेदाभेदयोगायोगव्यत्ययोऽतिशयोक्तिः ॥ અર્થાત્ “વિશેષ કહેવાની ઇચ્છાથી ભેદ અને અભેદને તથા યોગ (સંબંધ) અને અયોગ(અસંબંધ)ને ઉલટસૂલટ બતાવવામાં આવે તે અતિશયોક્તિ અલંકાર છે.’’ આમ, ૧. પ્રસ્તુત અર્થનું ખાસ વર્ણન કરવાની ઇચ્છાથી, ભેદની વિરુદ્ધ અભેદનું જે અત્યુક્તિથી કથન તે એક પ્રકારની અતિશયોક્તિ થઈ; ૨. અભેદનું ઊલટી રીતે કથન એટલે કે ભેદનું કથન તે બીજા પ્રકારની અતિશયોક્તિ થઈ; ૩. યોગ અર્થાત્ સંબંધની વિરુદ્ધનો અયોગ એટલે અસંબંધ કહેવો તે ત્રીજા પ્રકારની અતિશયોક્તિ થઈ; અને ૪. અયોગ કે અસંબંધથી ઊલટો યોગ(સંબંધ) તેનું કથન કરવું તે ચોથા પ્રકારની અતિશયોક્તિ થઈ. ૫૩૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy