________________
વાસ્તવમૂલક અલંકાર તરીકે દીપક અલંકારનું વિવરણ કર્યું છે(૭.૬૪). રુદ્રટના મતે, જ્યાં અનેક વાક્યાર્થોનું એક જ ક્રિયાપદ અથવા કારકપદ હોય છે ત્યાં દીપક અલંકાર થાય છે. આમ દીપકના ૧. ક્રિયાદીપક અને ૨. કારકદીપક એવા બે પ્રકાર થાય છે.
આમ, સ્તૂટે વાસ્તવમૂલક અલંકાર-પ્રકાર તરીકે દીપકનું નિરૂપણ કર્યું છે. આ અંગે “વિવેક' (પૃ. ૩૫૭)માં ચર્ચા આગળ ચાલે છે. પૂર્વપક્ષ કહે છે કે, તમે દીપકમાં ઉપમા ગર્ભિત છે એમ કહો છો; પણ રુદ્રટ વગેરે શાસ્ત્રકારોએ તો દીપક અલંકારને (ઉપર જોયું છે તેમ) વાસ્તવમૂલક અલંકાર ગણીને તેનું વિવરણ કર્યું છે; નહિ કે ઔપમ્યમૂલક અલંકાર તરીકે. તો પછી, દીપકમાં ઔષમ્ય છે તે તમારી વાત કેમ યથાર્થ માનવી?
આ શંકાનો ખુલાસો કરવા માટે જ ગ્રંથકારે દીપકનું બીજું ઉદાહરણ-પો ગતિ એ ભામહ(૨.૨૭)નો શ્લોક રજૂ કર્યો છે. શ્લોકનો અર્થ છે : “મદ પ્રેમને ઉત્પન્ન કરે છે, પ્રેમ, માનભંગ થતાં કામને; કામ પ્રિયમિલનની ઉત્કંઠાને અને તે ઉત્કંઠા અસહ્ય માનસિક પડાને (ઉત્પન્ન કરે છે).”
આ શ્લોકમાં નનયતિ (ઉત્પન્ન કરે છે) એ એક જ ક્રિયાપદ આખા શ્લોકનાં ચારેય ચરણોમાં અન્વિત થઈને અર્થપ્રકાશન કરે છે. એટલે એ દીપક અલંકારનું ઉદાહરણ છે. . અહીં, એક જ ક્રિયાપદ(ધર્મ), અનેક વાક્યાર્થીને પ્રકાશિત કરે છે. આ અનેક અર્થોમાંથી જેને આપણે પ્રસ્તુત (પ્રાકરણિક) ગણીએ તે ઉપમેય અને બાકીના બધા અર્થો ઉપમાન. આમ દીપકમાં ઉપમા છે; ઔપચ્યું છે. એટલે ભલે રુદ્રટે દીપકને વાસ્તવમાં ગણ્યો હોય; છતાં, દીપક ઔપમ્પના વર્ગમાં પણ રહેલો છે જ. આથી પૂર્વપક્ષની ઉપરોક્ત શંકા નિર્મૂળ સાબિત થાય છે. ૬. અન્યોક્તિ અલંકાર
શ્રી હેમચન્દ્રાચાર્યે આઠમા સૂત્ર(૬.૮)માં અન્યોક્તિ અલંકારની વ્યાખ્યા આપી છે :
सामान्ये विशेष कार्ये कारणे प्रस्तुते तदन्यस्य तुल्ये तुल्यस्य चोक्तिरन्योक्तिः ॥ (૬.૮).
એટલે કે, “સામાન્ય વિશેષ, કાર્ય, કારણ એ જ્યારે પ્રસ્તુત હોય ત્યારે તેને બદલે તેનાથી વિરુદ્ધની જે ઉક્તિ; તથા, સરખો પદાર્થ પ્રસ્તુત હોય છતાં તેના જેવા બીજા પદાર્થની જે ઉક્તિ તે અન્યોક્તિ (અલંકાર).”
૫૩૨