________________
चन्द्रमयूखैर्निशा नलिनी कमलैः कुसुमगुच्छर्लता ।
हंसैः शरच्छोभा काव्यकथा सजनैः क्रियते गुरुकी ॥ અર્થાત્ “રાત્રિ ચંદ્રનાં કિરણોથી, કમલિની કમળોથી, લતા ફૂલોના ગુચ્છોથી, શરદ ઋતુની શોભા હસોથી અને કાવ્યકથા સજ્જનોથી ઉત્તમ ગણાય છે (ગુરુત્વ સંપાદન કરે છે).” આ ગાથા ધ્વન્યાલોકમાં પણ રજૂ થઈ છે(ધ્વ. આ. ૨.૨૭ની વૃત્તિ, પૃ. ૨૫૯-૬૦). એના ઉપર ટિપ્પણ કરતાં આનંદવર્ધન કહે છે,
આ(ગાથા) દીપક અલંકારનું ઉદાહરણ છે. તેમાં ઉપમા ગર્ભિત રહેલી છે. છતાં વાચ્ય દીપક અલંકારને કારણે જ એમાં સુંદરતા આવી છે, નહિ કે વ્યંગ્ય ઉપમાને કારણે. એટલે એને વાચ્ય દીપક અલંકારનો દાખલો ગણવો જોઈએ.”
“ધ્વન્યાલોક' પરની લોચન' ટીકામાં અભિનવગુપ્ત આ ગાથાનું વિવરણ કર્યું છે તે અહીં ‘વિવેક' (પૃ. ૩૫૫-૫૬)માં પૂરેપરું સમાવી લીધું છે માત્ર રૂતિ ટ્રીપચૈવપ્રધાનપHTયા: એ વાક્ય લીધું નથી. ઉપરોક્ત ગાથા વિશે ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે આ ગાથામાં માત્ર “કાવ્યકથા’ એ પ્રકૃતિ (ઉપમેય) છે; બાકીનાં બધાં અપ્રકૃત(ઉપમાનો છે); અને ગુરુત્વ સંપાદન કરવું (ગુરકીકરણ) અર્થાત્ “ગુરુ યિતે” એ બધાંમાં સામાન્ય એવી એક ક્રિયા છે. તેથી અહીંદીપક અલંકાર છે એમ માનવામાં આવે છે. હેમચન્દ્રાચાર્ય “અન્યોન્ય’ને દીપકથી જુદો ગણતા નથી; પણ મમ્મટ ગણે છે (કા. પ્ર. ૧૦.૧૨૦-૧૨૧). એટલે જ મમ્મટનું અન્યોન્યનું ઉદાહરણ અહીં દીપકના ઉદાહરણ તરીકે રજૂ થયું છે (ઉદા. ૫૫૮). હંસાનાં નહિં અર્થાત્ હંસાનાં શ્રી:- (જુઓ વિવેક પૃ. ૩૫૭).
- હવે, વ હિં એ ગાથામાં “ગુરુકી ક્રિયતે”(ગુરુત્વ પામે છે) એ ક્રિયાપદ અંગે વિવાદ છે તેની વાત ગ્રંથકાર વિવેક'માં ઉપસ્થિત કરે છે. પૂર્વપક્ષ કહે છે કે ગુસકી ક્રિયતે' એ ક્રિયાપદ તરીકે જરૂરી કાર્ય કરે છે; પણ એ અલંકાર બની શકે નહીં. આનો જવાબ આપતાં હેમચન્દ્રાચાર્ય કહે છે કે, બધામાં સામાન્ય એવું આ ક્રિયાપદ અહીં અલંકારના સૌંદર્યનું કારણ નથી; પણ, ઘણાબધા પદાર્થો એક ક્રિયાપદ કે ગુણથી અન્વય(સંબંધ) પામે છે એ હકીકત જ દીપક અલંકારની ચારુતા સર્જે છે. વળી, દીપકમાં ઉપમાનું તત્ત્વ છે જ. પણ એ ઉપમાતત્ત્વ જેટલું ઉપનામાં પ્રધાન હોય છે તેટલું અહીં નથી અને એ જ દીપક અને ઉપમા વચ્ચેનો ફરક છે. દીપક'માં ઔપ છે જ
રુદ્રટે પોતાના જાણીતા ગ્રંથ કાવ્યાલંકાર(અધ્યા. ૭)માં અર્થાલંકારોનું વાસ્તવ, ઔપમ્પ, અતિશય અને શ્લેષના આધારે વર્ગીકરણ કર્યું છે(૭.૯) અને
૫૩૧