________________
જ તેઓ કહે છે, મમ્મટે બીજા પ્રકારની નિદર્શનનાની વ્યાખ્યામાં જેમ કહ્યું છે તેમ ક્રિયા પોતે જ પોતાનો તથા પોતાના કારણનો સંબંધ જણાવે ત્યારે બીજા પ્રકારની નિદર્શના(બોધનિદર્શના) થાય છે. એટલે અહીં પણ ત્રિપાધ્યાસ: એ
શ્લોકમાં દૃષ્ટાન્ત વડે જ સામાન્ય વાત સ્પષ્ટ થાય છે અને તેથી ત્યાં નિદર્શન અલંકાર છે - દષ્ટાન્તપર્યવસાત્ નિર્શના (પ્રવી).
હેમચન્દ્રાચાર્યે સાધર્મથી અને વૈધર્મથી થતા નિદર્શનના દાખલા આપ્યા છે. ૫. દીપક અલંકાર પ્રકૃતિ અને અપ્રકૃતોની એકધર્મતા(ધર્મેક્ય) તે દીપક અલંકાર :
પ્રકૃતિનાં ધર્મેવાં રીપમ્ II (૬.૭) એક જ સાધારણ ધર્મ દીવાની પેઠે અનેક ઉપમેય અને અનેક ઉપમાનોને અજવાળે છે તેથી આ અલંકાર દીપક કહેવાય છે. આ જ તેની ચમત્કૃતિનું કારણ પણ છે. દીપકની વ્યાખ્યાનો હેમચન્દ્રાચાર્યે જે અંર્થ ઘટાવ્યો છે તે મમ્મટના તુલ્યયોગિતા અલંકારને પણ આવરી લે છે. તુલ્યયોગિતામાં પ્રકૃતિ કે અપ્રકૃતિની શ્રેણી હોય છે અને તે બધાંના ધર્મનું એક જ વાર કથન હોય છે. મમ્મટનાં તુલ્યયોગિતાનાં ઉદાહરણો(૫૫૯ ઈ.) અહીં દીપકનાં ઉદાહરણો બન્યાં છે. મમ્મટનો “દીપક અલંકાર(કા. પ્ર. ૧૦.૧૦૩) શ્રી હેમચન્દ્રાચાર્યના દીપકથી જુદો નથી અને બન્નેની વૃત્તિમાં ઘણું સામ્ય છે.
હેમચન્દ્રાચાર્યે, તુલ્યયોગિતાની માફક, અન્યોન્ય અલંકાર(કા.પ્ર. ૧૦.૧૨૦/૧૨૧)નો પણ દીપકમાં અંતર્ભાવ કર્યો છે. બે વસ્તુઓ એક ક્રિયા મારફતે એકબીજાનું કારણ બને ત્યારે અન્યોન્ય અલંકાર થાય છે. આથી જ મમ્મટના “અન્યોન્ય અલંકારનું ઉદાહરણ, હેમચન્દ્રાચાર્યે દીપકના ઉદાહરણ(૫૫૮) તરીકે રજૂ કર્યું છે. મમ્મટે કારકદીપક સ્વીકાર્યો છે જેમાં ઘણી ક્રિયાઓને એક કારક સાથે જોડેલી હોય છે; જેમ કે, સ્વીતિ પતિ એ શ્લોક (ઉદા. પ૬૦). મમ્મટના આ ઉદાહરણ વિશે શ્રીહેમચન્દ્રાચાર્ય કહે છે કે, “આ શ્લોકમાં કેવળ સ્વભાવોક્તિ કે જાતિ અલંકારનો જ ચમત્કાર છે, દીપકનો ચમત્કાર નથી;
એટલે અમે કારકદીપક એવો પ્રકાર સમજાવ્યો નથી.” - દીપકના ઉદાહરણ(૫૫૫) તરીકે હેમચન્દ્રાચાર્યે ચંદ્રનહિં એ પ્રાકૃત ગાથા ટાંકી છે. એની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે -
૫૩૦