SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની નિદર્શનનાનું અલગ અલગ નિરૂપણ કરે છે તે યોગ્ય નથી; કારણ કે એમના પ્રતિવસ્તુપમા અલંકાર તથા નિદર્શના અલંકાર બને, નિદર્શન અલંકારની અમારી વ્યાખ્યામાં સમાઈ જાય છે. એટલું જ નહિ, મમ્મટનો દૃષ્ટાન્ત ૪૩ અલંકાર પણ અમારા નિદર્શન અલંકારમાં સમાયેલો છે. દા.ત. રેવીમાવર્0 (ઉદા. ૫૫૦) તથા સૂર્ય (ઉદા. ૫૫૧) એ બે ઉદાહરણોમાં, વિશેષનું દૃષ્ટાન્તથી જ સમર્થન થાય છે. આની સામે કોઈ કહે છે કે, તમારા નિદર્શનમાં મમ્મટનો પ્રતિવસ્તૂપમાં અલંકાર ભલે સમાવિષ્ટ થાય; પણ મમ્મટની વિશિષ્ટ નિદર્શના એમાં કેવી રીતે સમાવેશ પામી શકે ? કેમ કે, એનું લક્ષણ (ઉપર મુજબ) જુદું છે. આ બાબતમાં હેમચન્દ્રાચાર્યનો જવાબ એ છે કે, નિદર્શનાનું મમ્મટે ટાંકેલું ઉદાહરણ સૂર્ય • લઈને વાત કરીએ તો મમ્મટની વ્યાખ્યા મુજબ, આ શ્લોકમાં કાં તો દાન્તિકમાં વસ્તુસંબંધ અસંભવિત છે અથવા તો દષ્ટાન્તમાં. હવે જો મમ્મટ કહેતા હોય કે અલ્પ વિષયવાળી મતિથી સૂર્યવંશનું વર્ણન અસંભવિત છે તેથી એ વિધાન(દાર્રાન્તિક)માં વસ્તુસંબંધ અસંભવિત છે તો અમે કહીશું, “ના” કેમ કે જ્યાં વાક્યમાં અસંભવિત(અશક્ય) અર્થનું જ કવિ પ્રતિપાદન કરવા બેઠા હોય (દા.ત. અલ્પ વિષયવાળી બુદ્ધિથી સૂર્યવંશનું વર્ણન કરવું તે અસંભવિત છે; પણ કવિ એ જ કરવા બેઠા છે), ત્યાં વસ્તુઓ વચ્ચેના અસંભવિત સંબંધનો ભાવ(અવિશ્વસ્તુસંબંધ) ક્યાંથી હોય? હા, એમ હોય ખરું, જો પ્રતિપાદિત થઈ રહેલા અર્થનો વાક્યમાં સંબંધ ન બેસતો હોય. આથી, સૂર્ય એ ઉદાહરણમાં દાર્રાન્તિકમાં વસ્તુસંબંધ અસંભવિત નથી; અને દષ્ટાન્ત અલંકારમાં, દાર્દાન્તિક અને દૃષ્ટાન્ત વચ્ચે બિમ્બપ્રતિબિમ્બ ભાવ હોય છે જે તેથી એ જ વાત ત્યાં પણ સાચી છે. શિશુપાલવધ(૪.૨૦)નો ૩યત વિતતોદ્ધશ્મિ એ શ્લોક, અતિશયોક્તિના એક પ્રકારનો દાખલો બને છે તે આગળ(સૂ. ૧૦, વૃત્તિ પૃ. ૩૭૦) કહેવાશે. અને ઉપરોક્ત ત્રણ ઉદાહરણોમાં છેલ્લા યુવાધ્યાસ:૦ એ ઉદાહરણ(૫૫૨)માં તો સામાન્યનું દૃષ્ટાન્તથી સમર્થન છે જ. અને મમ્મટે નિદર્શન એટલે “દૃષ્ટાન્તકરણ” એમ કહેલું છે જ. આ શ્લોક મમ્મટના નિદર્શના અલંકારના બીજા પ્રકારનો દાખલો છે; કેમ કે, એ પ્રકારમાં કર્તાની ક્રિયાનો હેતુ અને તે ક્રિયા-એ બેની વચ્ચે કાર્યકારણભાવ બતાવી, તેના વડે કંઈક ઉપદેશ કે બોધ અપાય છે. આથી કેટલાક એને બોધનિદર્શના પણ કહે છે. પણ હેમચન્દ્રાચાર્ય આ બોધનિદર્શનાનો પણ પોતાના નિદર્શન અલંકારમાં સમાવેશ માને છે. એટલે ૫૨૯.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy