SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેક'માં સ્પષ્ટતા કરી છે તે પ્રમાણે, આગળ જતાં, ગ્રંથકાર, “વિશેષનું સામાન્યથી સમર્થન થતાં અર્થાન્તરન્યાસ અલંકાર થાય છે એમ કહેવાના છે (સૂત્ર ૧૯). એટલે અહીં નિદર્શનની વ્યાખ્યામાં સામાન્યરૂપ કે વિશેષરૂપ અર્થની સિદ્ધિ માટે)” એમ કહેવું પડ્યું છે. કોઈ કહેશે આ નિદર્શનની વ્યાખ્યામાં અર્થાન્તરન્યાસ સમાઈ જાય છે. તો પછી, અર્થાત્તરવાસનું જુદું નિરૂપણ શા માટે ? આનો ઉત્તર છે - “દૃષ્ટાન્ત' કહેતાં. નિશ્ચય સમર્થન) અને નિશ્ચય તો વિશેષથી જ સંભવે છે. એટલે એ વિશેષરૂપ જ છે. આથી, “જ્યાં સામાન્યનું અથવા વિશષનું, વિશેષથી સમર્થન થાય છે ત્યાં નિદર્શન અલંકાર છે; પણ જ્યાં વિશેષનું સામાન્યથી સમર્થન થાય છે ત્યાં અન્તરયાસ અલંકાર છે” (અવતરણ ૧૫૧) એવો તફાવત સમજવાનો છે. જેમ કે, ઉદા. ૫૪૮માં સામાન્યનું વિશેષથી સમર્થન છે તેથી ત્યાં નિદર્શન અલંકાર છે. જો કે મમ્મટના મતે આ અર્થાલંકારન્યાસ અલંકારનું જ ઉદાહરણ છે; કેમ કે, મમ્મટના મતે, જયાં સામાન્યનું વિશેષથી અને વિશેષનું સામાન્યથી સમર્થન કરવામાં આવે છે ત્યાં અર્થાન્તરન્યાસ અલંકાર છે(કા. પ્ર. ૧૦.૧૦૯). આમ મમ્મટના મતે અર્થાન્તરન્યાસ બે પ્રકારનો છે. વૃત્તિમાંના ઉદાહરણ(૫૪૯)માં વિશેષનું વિશેષથી સમર્થન છે. હેમચન્દ્રાચાર્યના મતે આ નિદર્શનાનું ઉદાહરણ છે; પણ મમ્મટના મતે આ દૃષ્ટાન્ત અલંકારનો દાખલો ગણાય. ઉદા. ૫૫૦, ૫૫૧(રઘુવંશ ૧.૨) તથા ઉદા. ૫પર એ ત્રણ નિદર્શનનાં પોતે ટાંકેલાં ઉદાહરણો વિશે, ગ્રંથકારે “વિવેક'માં વિવેચન કર્યું છે(પૃ. ૩૫૪૫૫). આમાંથી પહેલું ઉદાહરણ (૫૫૦), મમ્મટે, પ્રતિવસ્તૂપમાના ઉદાહરણ તરીકે રજૂ કર્યું છે(કા. પ્ર. ૧૦, ૧૦૧-૧૦૨). બીજું રઘુવંશ(૧.૨)નું ઉદાહરણ ( સૂર્યપ્રણવો વંશ . ઈત્યાદિ પ૫૧), મમ્મટે, (વાક્યાર્થ) નિદર્શના અલંકારના ઉદાહરણ તરીકે ટાંક્યું છે. મમ્મટના મતે, “જ્યારે વસ્તુઓ વચ્ચેનો અસંભવિત સંબંધ ઉપમાનું સૂચન કરે છે ત્યારે નિદર્શના અલંકાર થાય છે' (કા. પ્ર. ૧૦.૯૭). પણ વૃત્તિમાં મમ્મટ કહે છે કે, “નિદર્શન એટલે દષ્ટાન્ત આપવું તે.”. આમ, પ્રતિવસ્તૂપમા, નિદર્શન, દૃષ્ટાન્ત વગેરે અલંકારોના સંબંધની ચર્ચા જરૂરી બને છે. એટલે જ, ઉપરોક્ત ત્રણ ઉદાહરણોનો અભિપ્રાય સમજાવવાના નિમિત્તે, ગ્રંથકાર, આ વિષયની વિશેષ ચર્ચા વિવેકમાં ઉપાડે છે(પૃ. ૩૫૪પ૫). હેમચન્દ્રાચાર્ય કહે છે કે, કેટલાક (દા. ત. મમ્મટ) પ્રતિવસ્તૂપમાં અને બે ૫૨૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy