________________
વૃત્તિમાં સદશ્ય પર ભાર મૂકીને, ગ્રંથકાર સૂત્રાર્થ સ્પષ્ટ કરે છે : “સાદશ્ય નિમિત્ત હોય ત્યારે, ભેદથી, વિષય (ઉપમેય) અને વિષયી (ઉપમાન)ના નિર્દેશથી, જે આરોપ થાય તે રૂપક. આરોપ એટલે તેવું નથી છતાં તેવું છે એવો જે નિશ્ચય કરાય છે તે. આ આરોપથી બે વસ્તુઓ એક(રૂપ) થાય છે. દા.ત. મુઉં વઃ | અર્થાત્ “મુખચંદ્ર” કે “મુખરૂપી ચન્દ્ર.'
જ્યારે ઉપમેય અને ઉપમાન બન્નેનો નિર્દેશ થયો હોય ત્યારે ઉપમેય, ઉપમાન સાથે અભેદ કે એકતા ધારણ કરે છે; નહિ કે ઉપમાન સાથે. આથી. આયુષ્કૃતમ્ (ધી આવરદા છે) જેવાં ઉદાહરણો રૂપકના ક્ષેત્રમાંથી બાદ થઈ જાય છે; કેમ કે, તેમનો આધાર સાદૃશ્ય નથી; પણ કાર્યકારણભાવ છે. વૃત્તિમાં હેમચન્દ્રાચાર્ય કહે છે કે, સૂત્ર(૬.૫)માં “સાદશ્ય” એટલા માટે કહ્યું છે કે, એથી કાર્યકારણભાવ વગેરે બીજાં “અભેદનાં કારણો બાદ થઈ જાય છે. સૂત્રમાં ‘ભેદે ‘એવું કહેવાનો આશય એ છે કે રૂપકમાં સંપૂર્ણ અભેદ નથી; કારણ કે, પૂરેપૂરા અભેદથી તો અતિશયોક્તિ અલંકાર થાય છે (જુઓ સૂત્ર ૧૦ (૬.૧૦). આમ, ગ્રંથકાર, અભેદના તત્ત્વના આધારે રૂપક અને અતિશયોક્તિને સાંકળી લે છે. ૪૨
આરોપનો વિષય જ્યાં એક હોય ત્યાં ૧. એકવિષયરૂપક થાય છે અને જયાં આરોપના વિષયો ઘણા છે ત્યાં ૨. અનેકવિષયરૂપક થાય છે.
રૂપકના અનેક ભેદો નિરૂપવાન શ્રીહેમચન્દ્રાચાર્ય હિમાયત કરતા નથી. તેથી જ તેઓ દંડીના શબ્દો(૨.૯૬) ટાંકે છે (અવતરણ-૩૬). ૪. નિદર્શન અલંકાર
હેમચન્દ્રાચાર્યે અલંકારોની સંખ્યા મર્યાદિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે તેથી તેઓ કેટલેક ઠેકાણે બે-ત્રણ અલંકારોનાં લક્ષણો એકત્ર કરીને કોઈ એક અલંકારની વ્યાખ્યા કરે છે. નિદર્શન અલંકારની વ્યાખ્યા આ પ્રકારની છે :
ફાર્થસિદ્ધ છીતો વિનમ્ II (૬.૬) અર્થાત્ “ઈષ્ટાર્થની સિદ્ધિ માટે આપેલું દષ્ટાન્ત તે નિદર્શન(અલંકાર).”
સામાન્યરૂપ અથવા વિશેષરૂપ જે પ્રસ્તુત અર્થ તે ઈષ્ટાર્થ. એ ઇષ્ટાર્થની સિદ્ધિ માટે જે દૃષ્ટાન્ત આપવામાં આવે છે તેને નિદર્શન કહે છે. પ્રસ્તુત અર્થ અહીં દૃષ્ટાન્ત વડે સ્પષ્ટ કરવામાં આવે છે.
આ અલંકારની વ્યાખ્યા જ એટલી વ્યાપક છે કે એમાં માત્ર નિદર્શના જ નહીં પણ દૃષ્ટાન્ત, પ્રતિવસ્તુપમા અને અર્થાન્તરન્યાસ (એક પ્રકાર) જેવા અલંકારો સમાઈ જાય છે.