SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમક નામના દેવ તરફ પણ કેવી બતાવાઈ છે ! આવી રીતે વિચારીને આપનો રોષ (ગુસ્સો), આપના માનસમાંથી, જાણે રોષ(ગુસ્સા)થી ન હોય, તેમ ચાલ્યો ગયો છે ! અહીં રોષરૂપ ગુણની ઉલ્ટેક્ષા થઈ છે. કેટલાક આને “તૂક્ષા’ ગણે છે. ભગવાનના મનમાં જે રોષ હતો જ નહીં તે રોષથી જતો રહ્યો છે એવી કવિની કલ્પના છે. ઉભેક્ષાનો સાહિત્યિક માપદંડ અન્ય ગ્રંથકારોની માફક, શ્રી હેમચન્દ્રાચાર્યે ઉન્મેલાના ભેદ-પ્રભેદો માન્યા નથી; કારણ કે, એમના મતે, આવા ભેદો પાડવાથી કાવ્યની રમણીયતામાં કોઈ વૃદ્ધિ થતી નથી. ઉલ્ટેક્ષાના બે પ્રકારો નિરૂપાય છે; ૧. ધમી-ઉભેક્ષા (જેમાં એક વસ્તુ બીજી વસ્તુથી અભિન્ન છે એવી સંભાવના થાય છે) અને ૨. ધમોબૅક્ષા (જેમાં અભેદ જરૂરી નથી). મમ્મટ માત્ર ધર્મી-ઉ—ક્ષા આપે છે જેમાં અભેદ જરૂરી છે. પણ હેમચન્દ્રાચાર્યના ઉદાહરણશ્લોકો(પ૩ર-પ૩૩) બતાવે છે કે, તેઓ, કની માફક બન્ને પ્રકારની ઉભેલા સ્વીકારે છે. ઉપરાંત, શ્રી હેમચન્દ્રાચાર્ય યોગ્ય રીતે જ નોંધે છે કે, તદ્યોગોભેક્ષણ (એટલે, તેમાં ધર્મો છે એવી સંભાવના) સ્વીકારીએ ત્યારે પણ આપણે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે, એવી સંભાવના રસાનુકૂળ હોવી જોઈએ એટલું જ નહિ દરેક ઉમ્બેલા, હૃદ્ય કે રમણીય તથા લોકોત્તર ચમત્કૃતિકારક હોવી જોઈએ; કેમ કે, ધર્મોની લૌકિક, નીરસ કલ્પના કે સંભાવના કરવાથી ઉલ્ટેક્ષા થતી નથી, કાવ્યસૌંદર્ય વધતું નથી; કેવળ, લોકાતિકાન્ત ચમત્કૃતિવાળી સંભાવના જ ઉભેક્ષાને રમણીય, હૃદ્ય બનાવી શકે છે (વિવેક, પૃ. ૨૪૮). ૩. રૂપક અલંકાર - બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે અભેદ માનવો - એકરૂપતા માનવી તે રૂપક. રૂપક એકરૂપતા લાવે છે : रूपयति एकतां नयति । રૂપકની વ્યાખ્યા આ પ્રમાણે છે : સદ બેનારો રૂવમેનેજાને વિષયમ્ . (૬.૫) અર્થાત્ સદશ્યને કારણે, ઉપમેય અને ઉપમાન બન્નેનો જુદો જુદો નિર્દેશ કરીને બન્ને વચ્ચે (અભેદનો) જે આરોપ થાય તેને રૂપક કહે છે.” પ૨૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy