________________
મમ્મટે ઉપમાના પચીસ ભેદ નિરૂપ્યા છે (કા. પ્ર. ૧૦-૯૦) -વમેજોવિંશતિનુંપ્તા: પૂમિ: સદ્ઘ પંવિંશતિઃ । જ્યારે હેમચન્દ્રાચાર્ય ઉપમાના લાક્ષણિક ભેદોનું રસપ્રદ ઉદાહરણો વડે, વૃત્તિમાં તથા ‘વિવેક' વ્યાખ્યામાં, વિવરણ કરે છે (કાવ્યાનુશાસન ૬.૨; ૬.૩; વિવેક પૃ.) સોપમાનોમેવધર્મોપમાવાવાનામુવાડાને પૂર્વા વાઘે વૃતૌ ચ ॥ (૬.૨).
અર્થાત્ “એ ઉપમા, ૧. ઉપમેય ૨. ઉપમાન, ૩. સાધારણધર્મ અને ૪. ઉપમાવાચક શબ્દ (ઈવ વગેરે) આપ્યા હોય ત્યારે પૂર્ણા (ઉપમા) કહેવાય છે; અને તે વાક્યમાં તથા વૃત્તિમાં(સમાસ-તદ્ધિતમાં) થાય છે.’’
દિત્રિલોપે લુપ્તા ॥ (૬.૩).
અર્થાત્ ‘‘(ઉપમાન વગેરે ઉપરોક્ત ચારમાંથી) એક, બે અને ત્રણનો લોપ થતાં એ ઉપમા લુપ્તા કહેવાય છે.’” લુપ્તા પણ વાક્યમાં અને વૃત્તિમાં થાય છે. ૨. ઉત્પ્રેક્ષા અલંકાર
જે વસ્તુની વાત ચાલતી હોય તેની અંદર જે ધર્મો ન હોય તેવા ધર્મોની કલ્પના કે સંભાવના કરવામાં આવે તેને ઉત્પ્રેક્ષા કહેવાય છે :
અસદ્ધર્મસંભાવનમિવાવિદ્યોત્યોત્પ્રેક્ષા II (૬.૪)
અર્થાત્ “ન હોય તેવા ધર્મોની, ‘ઇવ’ (જાણે કે) વગેરે શબ્દો વડે, બતાવાતી સંભાવના કે કલ્પના તે ઉત્પ્રેક્ષા.’’
જેવા
આ સંભાવિત ધર્મો ગુણરૂપ, ક્રિયારૂપ કે તેના અભાવરૂપ હોય છે. ઉત્પ્રેક્ષામાં કરવામાં આવતી કલ્પના રૂવ, મન્યે, શં, ધ્રુવમ્, પ્રાયઃ, નૂનમ્ શબ્દોથી દર્શાવાય છે.
ગુજરાતી સાહિત્યમાં ઉત્પ્રેક્ષા અલંકારના ઘણા દાખલા મળે છે; જેમ કે, ‘હૈયું જાણે હિમાલય.’
અહીં, ઉદાહરણશ્લોક ૫૩૧માં, શ્રીહેમચન્દ્રાચાર્ય, ગુણોત્પ્રેક્ષાનું અત્યંત નોંધપાત્ર દૃષ્ટાન્ત આપ્યું છે. આ શ્લોકમાં ભગવાન મહાવીરના લોકોત્તર ગુણોનું અનુપમ વર્ણન થયું છે :
बलं जगद्ध्वंसनरक्षणक्षमं क्षमा च किं संगमके कृतागसि । इतीव संचित्य विमुच्य मानसं रुषेव रोषस्तव नाथ निर्ययौ ॥
એટલે કે, “હે નાથ ! આપનું બળ જગતનો ક્ષય તથા રક્ષણ (બન્ને) કરવાને સમર્થ છે; અને આપની ક્ષમા તો આપનો જેણે અપરાધ કર્યો છે તેવા
પરપ