________________
જુદી વસ્તુઓ છે તેવું સૂચવે છે. કારણ કે, ઉપમાનાં વિશિષ્ટ પાસાં છે - ઉપમેય અને ઉપમાનની ભિન્નતા અને એ બે વચ્ચે રહેલું સાધર્મ કે સાદગ્ધ કે સામ્ય. આ સાધર્મ, ધર્મ કે સંબંધ છે જે ઉપમેય અને ઉપમામાં રહેલા સમાન ગુણ કે સાધારણ ધર્મને કારણે ઉદ્ભવે છે. કારણ અને કાર્ય વચ્ચે આવો સાધર્મ-સંબંધ સંભવતો નથી - કેવળ ઉપમેય અને ઉપમાન વચ્ચે જ સાધર્મ સંભવે છે.
પ્રથમ સૂત્ર(૬.૧)ની વૃત્તિમાં તથા ‘વિવેક વ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રાચાર્ય સ્પષ્ટતા કરે છે કે, ઉપમેય અને ઉપમાન એક જ શબ્દથી વાચ્ય થતાં હોય ત્યાં પણ ઉપમાનમાં અસાધારણતા છે એવી ધારણાથી ઉપમા થઈ શકે છે. વસ્તુતઃ મમ્મટે સ્વીકારેલા “અનન્વય અલંકારમાં આવી ધારણા હોય જ છે (‘વિવેક', પૃ. ૩૯-૪૦).
આમ “અનન્વય અલંકારનો ઉપમામાં સમાવેશ થાય છે તે વાજબી છે. ઉપમાના ભેદો (૬.૨; ૬.૩)
ઉપમાના ભેદોને લાગેવળગે છે ત્યાં સુધી, શ્રી હેમચન્દ્રાચાર્ય ઉપમા પર 'નિર્ભર બધા જ અલંકારો - ઉપમેયોપમા, અનન્વય, માલોપમા, રશનોપમાં આદિ-નો ઉપમામાં સમાવેશ કરે છે અને અર્થાલંકારોના નિરૂપણમાં સ્વતંત્ર અભિગમ દાખવે છે. આમ શ્રીહેમચન્દ્રાચાર્ય, રુદ્રટ, મમ્મટ આદિ પુરોગામી ગ્રંથકારોએ દર્શાવેલી ઉપમાની તથા બીજા અર્થાલંકારોની વિસ્તૃત ભેદવ્યવસ્થાને છોડી દે છે અને બધા પેટાપ્રકારોને, શુદ્ધ ઉપમાની અંદર સમાવી લે છે. આમ, અહીં સમસ્તવિષયા, એકદેશવિષયા, ઉત્પાદ્યોપમાં અને બીજા કલ્પિતોપમા જેવા પ્રકારોનો ઉપમામાં જ સમાવેશ થયો છે. વૃત્તિમાં, આ રીતે અલંકારોની સંખ્યા સંક્ષિપ્ત કરવાનું કાવ્યશાસ્ત્રીય નિમિત્ત દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે, આવી આવી ઉપમાઓનું અલગ અલગ સ્વરૂપ વર્ણન કરવા બેસીએ તો એવી હજારો જુદી જુદી ઉપમાઓ થાય તેમ છે અને એમ કરવાથી અતિપ્રસંગ થવાનો ભય રહે છે (એટલે એવા ભેદો માનવા ઉચિત નથી). ગ્રંથકારના આ અભિગમને કારણે જ અહીં ઉપમા વિશે, તર્કની પટાબાજી દાખવતી ચર્ચાઓ કે ઉપમાના પ્રકારોનો બિનજરૂરી વિસ્તાર નથી; પણ પ્રથમ સૂત્ર ઉપરાંત બીજાં બે સૂત્રોમાં - કુલ ત્રણ(પ.૧-૩) સૂત્રોમાં, ઉપકાના વ્યાપક દૃષ્ટિથી જણાતા પ્રકારો-જેમ કે પૂર્ણા ઉપમા, લુપ્તા ઉપમા-નું તેમના મર્યાદિત પેટાપ્રકારો સાથે વિવરણ રજૂ થયું છે. પણ મમ્મટે ઉપમાના ભેદપ્રભેદોની વિસ્તૃત ચર્ચા તથા સંખ્યા પ્રસ્ત કરી છે -
૫૨૪