SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ “મનોહર(હૃદ્ય) સાધર્મ કે સાદૃશ્ય (એ) ઉપમા (કહેવાય છે).’ રમણીયતાનો વાગ્વિકલ્પઃ સુંદર અર્થાલંકારશ્રેણી મમ્મટે ‘સાધર્થમુપમા મેરે' (કા. પ્ર. ૧૦.૮૭) એવી ઉપમાની વ્યાખ્યા આપી છે. જુદી જુદી વસ્તુઓની (‘ભેદે’), કોઈ સમાન ધર્મના આધારે, સરખામણી કરવી તેને મમ્મટ ઉપમા કહે છે. હેમચન્દ્રાચાર્યે પણ ‘સાધŻમ્ ૩૫મા' એ શબ્દો વાપર્યા છે પણ એ સાધર્મ્સ, ‘હૃદ્યમ્’ (મનોહર, આહ્લાદદાયક કે સુંદર) હોય તે આવશ્યક ગણ્યું છે. આથી, લૌકિક સરખામણીઓથી, સાહિત્યિક સરખામણી જુદી પડી જાય છે; કારણ કે, લૌકિક સરખામણીઓનો આધાર વાસ્તવિક તથ્યો કે તાર્કિક માહિતી હોય છે. તેથી, એ સરખામણી સહૃદયના ચિત્તને આહ્લાદ અર્પતી ઉપમા બની શકતી નથી. ‘સત્ત્વજ્ઞેયત્વપ્રમેયત્વાદિસાધર્મ્યુ નોપમા' (જુઓ રુદ્રટ ૭.૧૦ ઇ.) સાહિત્યિક ઉપમા માટે, બે જુદા જુદા પદાર્થો વચ્ચે જે આનંદજનક સાદૃશ્ય હોવું જોઈએ તે લૌકિક સરખામણીમાં સંભવતું નથી. એટલે જ, શ્રીહેમચન્દ્રાચાર્ય છઠ્ઠા અધ્યાયના પ્રથમ સૂત્રની વૃત્તિમાં ખૂબ જ મહત્ત્વની સ્પષ્ટતા કરે છે કે- ઘગ્રહણં ચ પ્રત્યતંરમુપતિવ્રતે । અર્થાત્ ‘ઉપમા’ની વ્યાખ્યામાં જે ‘હૃદ્ય’ (મનોહર, ચેતોહર, ચમત્કૃતિસભર) શબ્દ મૂક્યો છે તે દરેક અલંકારની વ્યાખ્યામાં લઈ લેવ્ઝનો છે. અર્થાત્ દરેક અર્થાલંકાર ‘હૃદ્ય’, એટલે કે, રમણીય અથવા સહૃદયના હૃદયને આહ્લાદ આપનારો અવશ્ય હોવો જોઈએ. આ જ શ્રીહેમચન્દ્રાચાર્યના અલંકારનિરૂપણના પાયામાં રહેલો સૌંદર્યશાસ્ત્રીય ખ્યાલ છે. આમ, મમ્મટની ઉપમાની વ્યાખ્યામાં, ‘હૃદ્ય' એ વિશેષણ શ્રીહેમચન્દ્રાચાર્યે ઉમેર્યું છે અને પોતાનો સૌંદર્યલક્ષી અભિગમ પ્રગટ કર્યો છે. ઉદ્ભટે આપેલી ઉપમાની વ્યાખ્યામાં પણ ‘સાધર્મ’ના વિશેષણ તરીકે ‘ચેતોહારિ’ શબ્દ પ્રયોજાયો છે.” આમ ઉપમા એ, ઉપમાન અને ઉપમેય વચ્ચે રહેલું મનોહર (ચેતોહાર) સાધર્મ્સ છે. આ ઉપમાન અને ઉપમેય શબ્દોથી કહેવાયેલાં હોય છે અને તેમના દેશ, કાલ, જાતિ, ગુણ, ક્રિયા વગેરે પ્રવૃત્તિ-નિમિત્તો એકબીજાથી જુદાં હોય છે. નોંધપાત્ર છે કે, ભામહે‚ ઉપમાની વ્યાખ્યામાં સામ્ય (૨.૩૦) શબ્દ પ્રયોજ્યો છે; જ્યારે ઉદ્દ્ભટે, સાધર્મ્સ શબ્દ વાપર્યો છે. પણ મમ્મટ, ભામહ તથા ઉદ્બટ બન્નેથી આગળ વધે છે અને ઉપમાની સંક્ષિપ્ત અને સચોટ વ્યાખ્યા આપે છે. પોતાની વ્યાખ્યામાં મેરે એ શબ્દ યોજીને, મમ્મટ, દેશ, કાલ વગેરેની ભિન્નતાનો ખ્યાલ આપે છે અને, સાથે સાથે, ઉપમેય તથા ઉપમાન બે ૫૨૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy