________________
એવી ઘટના છે. આથી સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના અભ્યાસીને આ ગ્રંથમાં નિરૂપાયેલા અર્થાલંકારોની સંખ્યા ઘટવા અંગે જ નહિ પણ સંખ્યાના એ ઘટાડાની પાછળ જે સૈદ્ધાત્તિક દૃષ્ટિબિંદુ કે સાહિત્યશાસ્ત્રીય પ્રભાવ રહેલો છે તે અંગે જાણવવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. શ્રી હેમચન્દ્રાચાર્યની વિવેચકદષ્ટિ
અર્થાલંકારના નિરૂપણમાં શ્રી હેમચન્દ્રાચાર્યે અનોખી વિવેચકદષ્ટિનો પરિચય કરાવ્યો છે. અર્થના જુદા જુદા અલંકારોના નિરૂપણ તથા વિવેચનમાં, કેટલાક પ્રચલિત અલંકારોનો સમાવેશ કરવા અંગે તથા ન કરવા અંગે, શ્રી હેમચન્દ્રાચાર્યે પોતે કેટલાંક પ્રતીતિકર કારણો આપ્યાં છે અને દર્શાવ્યું છે કે કેટલાક અલંકારો દેખીતી રીતે એકબીજાથી ભિન્ન લાગતા હોવા છતાં, સૌંદર્યતત્ત્વની અથવા વર્ગીકરણના સિદ્ધાન્તની સમાનતાને કારણે, એકબીજામાં સમાવેશ પામી એક જ અલંકાર ગણવાયોગ્ય ઠરે છે તેથી તેમને એક જ અલંકાર ગણવા તે વાજબી છે - પછી, ભલે, અગાઉના મમ્મટાદિ ગ્રંથકારોએ એ અલંકારોને જુદા જુદા તથા સ્વતંત્ર અલંકારો માની એમનું નિરૂપણ કર્યું હોય. આમ, પોતાની પૂર્વે થઈ ગયેલા શક્તિશાળી વિવેચકોના અર્થાલંકારોના વર્ગીકરણના આધારને જ વિવેચનાત્મક દૃષ્ટિથી જોવાનો શ્રી હેમચન્દ્રાચાર્યને અભિગમ, સ્વાભાવિક રીતે જ, “કાવ્યાનુશાસન'માં ઘટવા પામેલી અર્થાલંકારોની સંખ્યામાં પ્રતિબિંબિત થાય છે અને હેમચન્દ્રાચાર્ય પોતે જ, વખતોવખત, વૃત્તિમાં તથા વ્યાખ્યામાં, સ્પષ્ટીકરણો રજૂ કરીને સમજાવે છે કે, કેટલાક જુદા જુદા અલંકારોને એક જ અલંકારરૂપે, એકત્ર નિરૂપવા પાછળ ક્યો સાહિત્યિક હેતુ રહેલો છે. જુદા જુદા અર્થાલંકારો | હેમચન્દ્રાચાર્યે જુદા જુદા અર્થાલંકારોનું જે વિવરણ – વિવેચન કર્યું છે તેનું વિશ્લેષણ કરવાથી હેમચંદ્રાચાર્યના સાહિત્યિક તથા શાસ્ત્રીય ઉદેશોનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. ૧. ઉપમા અલંકાર
છઠ્ઠા અધ્યાયમાં અર્થાલંકારોના નિરૂપણના આરંભે શ્રી હેમચન્દ્રાચાર્ય ઉપમા અલંકારની વ્યાખ્યા આપી છે :
ઘં સધર્મમુપમા II (૬.૧)
પ૨૨