SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ઉભટનો પુનરુક્તવદાભાસ” અલંકાર પોતાના “કાવ્યાસં કારસારસં ગ્રહ” ગ્રંથના આરંભે જ ઉદુ ભટ પુનરુક્તવદાભાસ અલંકારનું નિરૂપણ કરે છે અને ઉદ્ભટે જ પ્રથમ આ અલંકારનું નિરૂપણ કર્યું છે એમ મનાય છે. આ અલંકાર શબ્દ તથા અર્થ બન્નેનો અલંકાર છે. ઉદ્ભટે “પરિવૃત્તિસહત્વ’ અને ‘પરિવૃત્તિ-અસહત્વની કસોટીથી શબ્દાલંકારને અર્થાલંકારથી જુદો ગણ્યો છે. મમ્મટે આને માટે અન્વયવ્યતિરેકની કસોટી પ્રચલિત કરી છે અને મમ્મટના મતે પુનરુક્તવદાભાસ' એ શબ્દાલંકાર તથા ઉભયાલંકાર છે. શબ્દાલંકાર તરીકે એ સભંગશબ્દનિષ્ઠ કે અભંગશબ્દનિષ્ઠ હોય છે. જો કે, ચ્યકની માફક, એકાવલી કાર વિદ્યાનાથે આ અલંકારને ‘અર્થાલંકાર માન્યો છે કેમ કે એમાં, જાણે કે, અર્થની પુનરુક્તિ છે. આ રીતે, પાંચમા અધ્યાયમાં શ્રી હેમચન્દ્રાચાર્યજી શબ્દાલંકારોનું નિરૂપણ કરે છે અને હવે, છઠ્ઠા અધ્યાયમાં અર્થાલંકારોનું નિરૂપણ કરે છે. ઓગણત્રીસ અર્થાલંકારો ‘વિવેક વ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રાચાર્યે ઓગણત્રીસ અર્થાલંકારોનાં નામ ગણાવ્યાં છે. એ ઓગણત્રીસ અર્થાલંકારો આ પ્રમાણે છે : ૧. ઉપમા, ૨. ઉલ્ટેક્ષા, ૩. રૂપક, ૪. "નિદર્શન, પૂ. દીપક, ૬. અન્યોક્તિ, 9. પર્યાયોક્ત, ૮, અતિશયોક્તિ, ૯. આક્ષેપ, ૧૦. વિરોધ, ૧૧. સહોક્તિ, ૧૨. સમાસોક્તિ, ૧૩. જાતિ, ૧૪. વ્યાજસ્તુતિ, ૧૫. શ્લેષ, ૧૬. વ્યતિરેક, ૧૭. અર્થાન્તર ન્યાસ, ૧૮. (સ)સન્ટેક, ૧૯. અપહૃતિ, ૨૦. પરિવૃત્તિ, ૨૧. અનુમાન, ૨૨, સ્મૃતિ, ૨૩. બ્રાન્તિ, ૨૪. વિષમ, ૨૫. સમ, ૨૬. સમુચ્ચય, ૨૭. પરિસંખ્યા, ૨૮. કારણમાલા, અને ૨૯. સંકર. અર્થાલંકાર-નિરૂપણનો નિરાળો અભિગમ કાવ્યાનુશાસન'ના છઠ્ઠા અધ્યાયમાં એકત્રીસ સૂત્રો દ્વારા ઓગણત્રીસ અર્થાલંકારોનું સોદાહરણ નિરૂપણ તથા વિવેચન કરતાં શ્રીહેમચન્દ્રાચાર્યનું લક્ષ, પોતાના મમ્મટાદિ રસધ્વનિવાદી પુરોગામીઓના સાઈઠ અર્થાલંકારોમાંથી, બને તેટલે અંશે, અલંકારોની સંખ્યા ઘટાડવા પર કેન્દ્રિત થયેલું જોઈ શકાય છે. જે સમયે અલંકારોની સંખ્યા બને તેટલી વધારવા માટે, ગ્રંથકારો, નવા નવા અલંકારો શોધવા સદૈવ પ્રયત્નશીલ રહેતા હતા તે સમયે હેમચન્દ્રાચાર્ય જેવા કોઈ ગ્રંથકાર અર્થાલંકારોની સંખ્યા ઓછી કરવા ઉદ્યમ કરે તે નોંધપાત્ર બની રહે ૫૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy