________________
પાઠધર્મ વિશે “નાટ્યશાસ્ત્રમાં (૧૯.૩૭ કે ૧૭.૯૮ પછી), “સાત સ્વર, ત્રણ સ્થાન, ચાર વર્ણ, બે પ્રકારના કાકુ, છ અલંકારો અને છ અંગો એ પાશ્વગુણ છે” એવી જે વ્યાખ્યા છે તેને આધારે દરેક પાર્શ્વગુણની વિસ્તૃત સમજૂતી પ્રસ્તુત કરે છે. આ સમજૂતીમાં કાકુ વિશે પણ માહિતી છે જે અહીં ઉપોયગી છે.
સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં ‘કાકુની વિભાવના વિશે ડૉ. વી. એમ. કુલકર્ણીએ, એમના “સ્ટડિઝ ઇન સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર' એ અંગ્રેજી ગ્રંથમાં(પૃ. ૨૮-૩૬) રજૂ થયેલા, સ્વતંત્ર શોધ-લેખમાં વિસ્તૃત વિવેચનાત્મક સામગ્રી પ્રસ્તુત કરી છે અને કાકુ વિશેના ભરતમુનિ, રુદ્રટ, રાજશેખર, અભિનવગુપ્ત, ભોજ, મમ્મટ, હેમચન્દ્રાચાર્ય, સમ્યક વિદ્યાનાથ, વિશ્વનાથના વિચારોને એલેખમાં એકત્ર કર્યા છે. ૬. પુનરુક્તવદાભાસ અલંકાર - શ્રીહેમચન્દ્રાચાર્યનિરૂપેલો છો અને છેલ્લો શબ્દાલંકાર છે પુનરુક્તાભાસ (કે પુનરુક્તવદાભાસ). પાંચમા અધ્યાયના છેલ્લા નવમા સૂત્ર(પ.૯)માં ગ્રંથકારે એની વ્યાખ્યા આપી છે - મિન્નીઃ શબ્દઐર્થિસ્તવ પુરુ$Tમાસ: . (૫.૯) અર્થાત્ “ભિન્ન રૂપવાળા શબ્દોની એકાર્થતા જ પુનરુક્તાભાસ છે.”
વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે કે, “ભિન્ન રૂપવાળા સાર્થક કે અનર્થક શબ્દોની જ્યાં દેખીતી એકર્થિતા હોય, પણ ખરેખરી નહીં, ત્યાં પુનરુક્તવદાભાસરૂ૫ પુનરુક્તાભાસ (અલંકાર) થાય છે.”
શ્લોકમાં જયાં આવા બે શબ્દો, સમાનાર્થક લાગતા હોય,પણ વાસ્તવમાં એમના અર્થો તદન જુદા હોય તેનું ઉદાહરણ (૧૦૧) ગ્રંથકારે “દેવીશતક(૫૫)માંથી અહીં રજૂ કર્યું છે. આ શ્લોકમાં “ભાસિ’ અને ‘વિરાજ?' એ બે શબ્દોનો, દેખીતી રીતે, એક જ અર્થ છે. વળી આ બન્ને શબ્દો સાર્થક છે; પણ ૩૬૫: એ શબ્દો નિરર્થક છે. જો કે શ્લોકમાં આવતાં દ્વિષાર્ અને
અરીણામૂ', “સેના' અને “વાહિની” અને “ઉદકમ્’ અને ‘પયઃ' એ ત્રણેય શબ્દજોડકાં દેખીતી રીતે સમાનાર્થક છે; પણ વસ્તુ જુદા જુદા અર્થો ધરાવે છે. વળી ઉદકમ્” અને “પયા એ શબ્દ-જોડકું તો “ઉદકંપઃ એટલે કે “ પૂઃ ' એ અનર્થક શબ્દોમાંથી ઉત્પન્ન થાય છે – એમાં “પય” અર્થ વિનાનો શબ્દ છે કેમ કે એ સમગ્ર “ઉદકમ્પયશબ્દનો ભાગ છે. આ પુનરુક્તાભાસને હેમચન્દ્રાચાર્ય શબ્દાલંકાર માન્યો છે એ ખરું પણ, આ અલંકાર શબ્દ તથા અર્થ બન્નેમાં રહેલો હોય છે. મમ્મટે આને શબ્દનો તથા શબ્દાર્થનો એમ બે પ્રકારનો અલંકાર માન્યો છે (કા. પ્ર. ૯.૮૬).
૫૨૦