SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારો સ્વીકારી, બે ઉદાહરણો વડે એ બે પ્રકારની સમજૂતી આપે છે. જો કે મમ્મટ, શ્લેષવક્રોક્તિ તથા કાકુવક્રોક્તિ એમ વક્રોક્તિના બે પ્રકારનો, વક્રોક્તિની વ્યાખ્યામાં જ સમાવેશ કરે છે (કા. પ્ર. ૯૭૮). મમ્મટ કહે છે કે, “જુદા જ અર્થમાં બોલાયેલા વાક્યનો, શ્લેષથી અથવા કાકુથી, બીજો જ અર્થ કરવામાં આવે તેને વક્રોક્તિ જાણવી; અને એ વક્રોક્તિ ઉપર મુજબ બે પ્રકારની છે : ૧. શ્લેષવક્રોક્તિ અને ૨. કાકુવક્રોક્તિ.” પણ, મમ્મટે રુદ્રટની શ્લેષવિભાવનામાં અભંગશ્લેષ ઉમેર્યો છે અને હેમચન્દ્રાચાર્યે મમ્મટનો એ ઉમેરો સ્વીકાર્યો છે.૧૩૮ હેમચન્દ્રાચાર્યનો ધ્વનિવાદી અભિગમઃ કાકુવક્રોક્તિનો અસ્વીકાર કાકુવક્રોક્તિને શ્રી હેમચન્દ્રાચાર્ય માન્ય રાખતા નથી એ આપણે ઉપર નોંધ્યું છે. રુદ્રટના મતે જ્યાં અત્યંત સ્પષ્ટ રીતે કરાયેલા સ્વર કે ઉચ્ચારણથી અકિલષ્ટ(સરળ) બીજા અર્થની પ્રતીતિ થઈ જાય છે ત્યાં કાકુવક્રોક્તિ અલંકાર મનાય છે. પણ હેમચન્દ્રાચાર્યનો દઢ અભિપ્રાય છે કે, કાકુવક્રોક્તિને તો અલંકાર કહેવાય જ નહીં, કારણ કે, એ તો કેવળ પાઠધર્મ જ છે. અને પોતાના મતના સમર્થનમાં શ્રી હેમચન્દ્રાચાર્ય “કાવ્યમીમાંસાકાર રાજશેખરનાં વચનો ટાંકે છે. જેમાં રાજશેખર કાફની ટીકા કરતાં કહે છે: “બોલનારના આશયને પ્રગટ કરતો પાઠધર્મ (પઠનશૈલી) એ કાક છે - એને અલંકાર કેવી રીતે કહેવાય ?” (કાવ્યમીમાંસા, અધ્યાય ૭, પૃ. ૩૧). આથી, શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “વસ્તુતા, કાકુ તે ગુણીભૂતવ્યંગ્યનો પેટા પ્રકાર જ છે; કેમ કે, એ કાકુ સાથે શબ્દો હોય છે ત્યારે જ તેમાંથી વિશિષ્ટ વ્યંગ્યાર્થિની પ્રતીતિ થાય છે.” આ સંદર્ભમાં ગ્રંથકારે “ધ્વન્યાલોક'માંથી એક કારિકા (૩.૩૯) ટાંકીને, પોતાના મતની પુષ્ટિ કરી છે અને ધ્વનિવાદી અભિગમ દાખવ્યો છે. એ કારિકાનો અર્થ છે : “કાકુને લીધે આ જે બીજા અર્થની(અર્થાન્તરની) પ્રતીતિ થતી જોવા મળે છે તે, વ્યંગ્યાર્થ ગૌણ હોવાને લીધે, આ ગુણીભૂતવ્યંગ્ય પ્રકારમાં સમાઈ જાય છે.” આમ, શ્રી હેમચન્દ્રાચાર્ય, જો કે, કાકુવક્રોક્તિનો સ્વીકાર નથી કરતા, છતાં, વૃત્તિમાં(પૃ. ૩૩૬, ૩૩૭) કાકુના ૧. સાકાંક્ષ અને ૨. નિરાકાંક્ષ એવા બે પ્રકારોની સોદાહરણ વિગતવાર સમજૂતી આપે છે. વળી “વિવેક વ્યાખ્યામાં(પૃ. ૩૩૩-૩૩૭) પણ ગ્રંથકાર કાકુવક્રોક્તિનો અર્થ સ્પષ્ટ કરે છે અને પછી, ૫૧૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy