SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પછી પણ રુદ્રટનાં બીજાં ઉદાહરણો(૪.૧૯, ૪.૨૦, ૪.૨૧) રજૂ થયાં છે જેમાં સંસ્કૃત સાથે પૈશાચી, શૌરસેની, અપભ્રંશ ભાષાઓનો યોગ છે. આ બધાં બે ભાષાના યોગનાં દૃષ્ટાંતો છે. એ પતી ગયા પછી ત્રણ, ચાર અને પાંચ ભાષાના યોગનાં ઉદાહરણો આપવાં એવું દિકુસુચન કરી, શ્રી હેમચન્દ્રાચાર્ય ‘દેવીશતક' (૭૪)માંથી છ ભાષાના યોગથી રચાયેલો એક જ અર્થનો પ્રતિપાદક શ્લોક રજૂ કરે છે (ઉદા. ૪૯૭). આમ શ્લેષની ચર્ચા બે સૂત્રોમાં પૂરી થાય છે. આ ચર્ચામાં રુદ્રટ તથા મમ્મટના ગ્રંથોનો, સંદર્ભ સામગ્રી માટે તથા ઉદાહરણો માટે, આધાર લેવાયો છે એ સ્પષ્ટ છે. ૫. વક્રોક્તિ અલંકાર વક્રોક્તિ એટલે શું? પાંચમા અધ્યાયના આઠમા સૂત્ર(૫.૮)માં શ્રી હેમચન્દ્રાચાર્ય વક્રોક્તિ નામના પાંચમા શબ્દાલંકારનું નિરૂપણ કરે છે : ૩ણ્યાચેનાથી ફત્તેહાદુર્વિઃિ I (૫.૮) અર્થાત્ “વક્તાએ જુદા અર્થમાં કહેલાં વચનો, બીજો માણસ(પ્રતિવક્તા), શ્લેષથી જુદા જ અર્થમાં ઘટાવે તેને વક્રોક્તિ કહે છે.” સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં વૃત્તિમાં ગ્રંથકાર કહે છે: “વક્તાએ જુદા અભિપ્રાયથી કહેલાં વચનોને, બીજો પ્રતિવક્તા સભંગ કે અભંગ શ્લેષથી, બીજી રીતે ઘટાવે તેને વક્રોક્તિ કહે છે.” આમ, પદભંગશ્લેષથી જવાબ આપવાની ચતુરાઈથી વક્રોક્તિ સધાય છે. આમાં કુશળ સંવાદકળાથી બોલનારને મૂંઝવી નાખવાનો પ્રયાસ હોય છે. વક્રોક્તિની અહીં રજૂ થયેલી ઉપરોક્ત વ્યાખ્યા સમજૂતીથી સ્પષ્ટ જણાય છે કે રુદ્રટે તેમના કાવ્યાલંકાર(૨.૧૪)માં નિરૂપેલો અને નવીન સ્વરૂપમાં પ્રચલિત કરેલો ‘વક્રોક્તિ” શબ્દાલંકાર જ અહીં સ્વીકારાયો છે અને શ્રી હેમચન્દ્રાચાર્ય અહીં રજૂ કરેલું વુિં . એ ઉદાહરણ(૪૯૮) પણ ×ટે આપેલું ઉદાહરણ (૨.૧૫) જ છે. નોંધપાત્ર છે કે, રુદ્રટે શ્લેષવક્રોક્તિ અને કાકુવક્રોક્તિ એવા બે વક્રોક્તિ-પ્રકારો, બે અલગ અલગ કારિકાઓ(૨.૧૪; ૨.૧૬)માં નિરૂપ્યા છે. પણ હેમચન્દ્રાચાર્ય કાકુવક્રોક્તિનો સ્વીકાર કરતા નથી, એટલે, ફક્ત શ્લેષવક્રોક્તિની જ વ્યાખ્યા આપે છે અને, વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે, વક્રોક્તિના ૧. સભંગ ગ્લેષથી થતી વક્રોક્તિ અને ૨. અભંગ શ્લેષથી થતી વક્રોક્તિ એવા બે ૫૧૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy