SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ “અર્થ એક જ હોય ત્યારે બે કે વધારે ભાષાઓના સમાન શબ્દો યોજવાથી બે કે વધુ ભાષાનો શ્લેષ (ભાષાશ્લેષ) અલંકાર થાય છે.” વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે : “બે, ત્રણ, ચાર, પાંચ કે છ ભાષાઓના, અર્થ જુદો ન હોય તેવા સમાન શબ્દ પ્રયોજવાથી બે કે વધુ ભાષાઓનો શ્લેષ (ભાષાશ્લેષ અલંકાર થાય છે. આમ, સંસ્કૃત, પ્રાકૃત, માગધી. પિશાચી, શૌરસેની અને અપભ્રંશ ભાષાઓમાંથી ૧. બે ભાષાના જોડાણથી પંદર, ૨. ત્રણ ભાષાના જોડાણથી વીસ ૩. ચાર ભાષાના જોડાણથી પંદર ૪. પાંચ ભાષા મળવાથી છ અને છ ભાષાઓ મળવાથી એક; એમ ભાષાશ્લેષના કુલ સત્તાવન ભેદ થાય છે(માધાન્તપસ્ય સપ્તપંવાદ્ મેદ્રા: I). ભાષાશ્લેષના બે પ્રકાર અગાઉ શ્લેષના આઠ પ્રકારોમાં પ્રથકારે “ભાષાશ્લેષ'ની ગણના કરી છે. એટલે અહીં એ અગાઉના ભાષાશ્લેષ કરતાં આ (ઉપરોક્ત) સત્તાવન ભેદવાળો ભાષાશ્લેષ કઈ રીતે જુદો છે એ સ્પષ્ટ કરવું જરૂરી બને છે. આ સંદર્ભમાં નોંધવું જોઈએ કે અગાઉ છઠ્ઠા સૂત્ર(પ.૬)માં ગણાવેલા ભાષાશ્લેષ અલંકાર અર્થભેદા શબ્દભેદ:” એ સિદ્ધાન્ત પર આધારિત છે તેથી એમાં એક જ શ્લોકમાં આવતા શબ્દોના, બે ભાષાઓમાં, જુદા જુદા અર્થ થાય છે; દા.ત. ઉદા. ૪૮૫. રુદ્રટે આપેલી, આ પ્રથમ પ્રકાર(સૂત્ર ૫.૬)ને ભાષાશ્લેષની સમજૂતી આ પ્રમાણે છે - “જેમાં જુદી જુદી ભાષાઓના તદન સ્પષ્ટ તેમ જ અલગ લાગતાં અને કવિને અભિપ્રેત અર્થોને પ્રગટ કરનારાં બે-ત્રણ વાક્યો હોય તેને ભાષાશ્લેષ કહે છે;” (કાવ્યાલંકાર ૪.૧૨). જ્યારે અહીં, સ્વતંત્ર સૂત્ર સાત(પ.૭)માં શ્રી હેમચન્દ્રાચાર્યે જે ભાષાશ્લેષની વ્યાખ્યા આપી છે તે બીજા પ્રકારનો ભાષાશ્લેષ છે; જેમાં બે કે વધુ ભાષાઓ હોય છે; પણ શબ્દો સમાન હોય છે અને શ્લોકનો અર્થ એક જ થાય છે(અર્થે અથવા આથમેરે); જેમ કે, “માલતીમાધવ' નાટક(૬.૧૦)માં સંસ્કૃત અને પ્રાકૃત બે ભાષાના સમાવેશવાળો સરસ્તે સીદસર એ શ્લોક છે તે આ બીજા પ્રકારના ભાષાશ્લેષ(પ.૭)નો દાખલો છે. આ બીજા પ્રકારના ભાષાશ્લેષની રુદ્રટે વ્યાખ્યા આપી છે - “જયાં એક જ વાક્યમાં એક જ અર્થને બોધ કરાવતી) અનેક ભાષાઓનો પ્રયોગ હોય ત્યાં બીજો ભાષાશ્લેષ થાય છે(કાવ્યાલંકાર ૪.૧૬). અને ટે સંસ્કૃત અને માગધી એ બે ભાષાઓના યોગથી રચાયેલો શ્લોક, ભાષાશ્લેષના દૃષ્ટાંતરૂપે રજૂ કર્યો છે(૪.૧૮). તે જ અહીં (૫.૭ની વૃત્તિમાં રજૂ થયો છે - શૂન્ત શતતુ.... ઇત્યાદિ (ઉદા. ૪૯૪). એ ૫૧૭ ,
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy