________________
કા. પ્ર. ૯.૮૫ની વૃત્તિમાં સમાવી લીધી છે. અને મમ્મટની શ્લેષ વિશેની સમગ્ર ચર્ચા અહીં વૃત્તિમાં સમાવી લેવાઈ છે.)
૨. વૃત્તિ (પૃ. ૩૨૯)માં કહ્યું છે કે, આવાં વાક્યોમાં શ્લેષનો આભાસ ઉત્પન્ન કરનાર બીજો પ્રધાન અલંકાર જ હોય છે. આના અનુસંધાનમાં વિવેક'માં પુરક ચર્ચા મળે છે. બીજો પ્રધાન અલંકાર' એટલે સમાસોક્તિ વગેરે, નહિ કે શ્લેષ; જેમ કે મનુ વિતી એ શ્લોક (ઉદા. ૫૩૩)માં સમાસોક્તિ એ પ્રધાન અલંકાર છે. જેને શ્લેષ મદદરૂપ થયો છે. આનું વિવરણ વિવેક'માં મળે છે. બીજે (ઉદા. પ૬૫) અન્યોક્તિ અલંકાર પ્રધાન હોય છે; ક્યાંક સસન્ટેહ (ઉદા. પ૩૪) પ્રધાન હોય છે. આ બધામાં શ્લેષ અનુગ્રાહક છે તેથી ત્યાં સંકર કહો, પણ શ્લેષ ન કહો. આમ ઉદા. ૫૩૫, ૫૩૬, ૫૩૭માં એકવિષયરૂપક, વિરોધ, વ્યતિરેકનો અનુગ્રાહક (ઉપકારક, સહાયક) શ્લેષ છે તેથી ત્યાં સંકર(મિશ્ર) અલંકાર છે. આમ જ બીજા દાખલાઓમાં પણ સમજવું.
વૃત્તિમાં ગ્રંથકારે કહ્યું છે કે, અબિંદુસુંદરી. એ શ્લોકમાં વિરોધનો આભાસ (વિરોધાભાસ) ઉત્પન્ન કરનાર શ્લેષ નથી; પણ શ્લેષનો આભાસ ઉત્પન્ન કરનાર વિરોધ છે. આમ છતાં વિરોધના આભાસને વિરોધાભાસ અલંકાર કહેવાય, પણ શ્લેષના આભાસને શ્લેષાભાસ નહિ કહેવાય. તે ૨ વિરોધાભાસ રૂવ વિરોધઃ સ્નેપમા: રસ્તે : . (વૃત્તિ પૃ. ૩૨૯; વળી જુઓ કાવ્યપ્રકાશ ૯.૮પની સંપૂર્ણ વૃત્તિ).
મમ્મટે, ઉદ્ભટના ત્રણ મુદાઓ - ૧. અભંગશ્લેષ એ અર્થાલંકાર છે; ૨. બીજા અલંકાર સાથે જ્યાં શ્લેષ હોય ત્યાં શ્લેષ જ પ્રધાન છે અને અન્ય અલંકાર ગૌણ છે; અને ૩. ભિન્ન પ્રયત્નોચ્ચાર્ય તેમ જ અભિન્ન પ્રયત્નોચ્ચાર્ય શ્લેષ અર્થાલંકાર છે - નું ખંડન કરવાના ઉદેશથી કાવ્યપ્રકાશ ઉલ્લાસ નવ, કારિકા ૮૫ની વૃત્તિમાં સબળ, વિસ્તૃત ચર્ચા કરી છે. તેનો અહીં શ્લેષના વિવરણમાં (વૃત્તિ તથા વ્યાખ્યા)માં આધાર લેવાયો છે એ સ્પષ્ટ છે. ભાષાશ્લેષ
બે કે બેથી વધારે ભાષાઓના સમાન શબ્દોથી રચાયેલો શ્લોક એક જ અર્થ વ્યક્ત કરે છે ત્યાં ભાષાશ્લેષ થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્યે ભાષાશ્લેષનું એક સ્વતંત્ર સૂત્ર(૫.૭)થી નિરૂપણ કર્યું છે, તેઓ કહે છે -
અર્થેળે દયામિષા ૨ (૫.૭)
૫૧૬