SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લેષ અલંકારનાં ઉદાહરણો મળે છે. એટલે કે, શુદ્ધ, અમિશ્રિત શ્લેષ અલંકારથી યુક્ત ઘણાં કાવ્યો હોય છે. દા.ત. દંડીના ‘કાવ્યાદર્શમાંથી ઉદા. ૪૯૦ તરીકે ઉદ્ધત વસાવુથમાઢ: એ શ્લોક(૨.૩૧૧)માં સ્વતંત્ર રીતે શ્લેષ (અભંગ શ્લેષ) અલંકાર રહેલો છે જ. અને જ્યાં શ્લેષ અને બીજો કોઈ અલંકાર એ બન્ને ભેગા થાય ત્યારે સંકર અલંકાર જ થાય છે. પણ જ્યાં શ્લેષ, બીજા કોઈ અલંકાર સાથે હોય અને શ્લેષની પૂરેપૂરી ખીલવણી ન થઈ હોય ત્યારે જે બીજો અલંકાર ત્યાં હોય તેને જ પ્રાધાન્ય અપાય. ઉદાહરણ તરીકે, કોઈ શ્લોકમાં, શ્લેષથી વિરોધાલંકાર ઉદ્ભવે અને આખરે વિરોધાલંકાર જ પ્રધાન બની રહે તો ત્યાં વિરોધાલંકાર છે એમ કહેવાશે, “શ્લેષ' છે એમ નહીં કહેવાય. જેમ કે, ઉભટના વિમુદ્રીક એ ઉદાહરણ(૪.૧૭)માં વિરોધાલંકાર જ છે, શ્લેષ નહીં. આ સ્થળે પ્રધાન અલંકાર જુદો જ હોય છે. વળી, ગુણ અને ક્રિયાનું સામ્ય તે ઉપમા અને શબ્દનું સામ્ય તે શ્લેષ એવો જડબેસલાક ભેદ દર્શાવવો યોગ્ય નથી - કેમ કે, વિશેષનો ઉલ્લેખ કર્યા વગર પણ શબ્દમાત્રનું સામ્ય એ ઉપમાનો વિષય બની શકે છે. પણ શ્લેષનો વિષય તો ઉપમાથી બિલકુલ મૂક્ત (ઉપમા રહિત) છે. આથી સ્વયં પવી એ શ્લોક(ઉભટ ૪.૧૫; ઉદા. ૪૯૧)માં ઉપમા જ માનવી એ ન્યાયી છે. આ ચર્ચા ‘વૃત્તિ'(પૃ. ૩૨૮-૨૯)માં છે. પણ આ વિષય અંગે વિવેક' (પૃ. ૩૨૮-૩૦)માં પૂરક માહિતી આપવામાં આવી છે. ૧. ઉદ્ભટે સગશ્લેષને શબ્દશ્લેષ ગણ્યો છે અને અભંગશ્લેષને અર્થશ્લેષ માન્યો છે. પણ મમ્મટ અને હેમચન્દ્રાચાર્ય સભંગ અને અભંગ બન્ને પ્રકારના શ્લેષને શબ્દાલંકાર જ માને છે. એટલે ઉદા. ૪૯૦માં રજૂ થયેલા અભંગશ્લેષના ઉદાહરણરૂપ સાવુિમઢિ: એ શ્લોક (કાવ્યાદર્શ ૨.૩૧૧) અંગેની વૃત્તિમાં શ્રીહેમચન્દ્રાચાર્યે કહ્યું છે કે, આ અભંગશ્લેષ (ઉડ્મટ માને છે તેમ) અર્થાલંકાર નથી. આ મુદ્દાની પૂરક ચર્ચા કરતાં “વિવેક'માં ગ્રંથકાર ઉભટના મતનું ખંડન કરે છે. ઉભટનો મુદ્દો એ છે કે, “સ્વરિત' વગેરે ઉચ્ચારભારને કારણે ભિન્ન પ્રયત્નથી ઉચ્ચારાતા અથવા એ સ્વરભારના અભાવે અભિન્ન કે એકસરખા પ્રયત્નથી ઉચ્ચારાતા શબ્દો, અનુક્રમે શબ્દશ્લેષ (સભંગશ્લેષ) અને અર્થશ્લેષ (અભંગશ્લેષ) એવા બે અલંકારોને જ ઉત્પન્ન કરે છે અને એ બંનેમાં બે અર્થ સમજાય છે – અને અર્થ એમનો આશ્રય હોવાથી બને અર્થાલંકારો જ કહેવાય. આ મુદ્દા સાથે શ્રીહેમચન્દ્રાચાર્ય સંમત નથી; તેથી ઉભટના મતને અમાન્ય કરતાં કહે છે કે આ(શબ્દશ્લેષ) અર્થાલંકાર છે જ નહીં. (મમ્મટે આ મુદ્દાની ચર્ચા ૫૧૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy