________________
બીજી પંક્તિમાં સભંગ શ્લેષ છે અને સમગ્ર શ્લોકમાં પાર્વતીની પ્રભાતસિધ્ધા સાથે સરખામણી કરી હોવાથી, ઉપમા અલંકાર પણ છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ શ્લોકમાં કયો અલંકાર છે?
પહેલાં તો હેમચન્દ્રાચાર્ય કહે છે કે, આ શ્લોકમાં શ્લેષ અને ઉપમાનું મિશ્રણ (સંકરત્વ) છે. કેમ કે, અહીં શ્લેષ વગર ઉપમા ટકી શકે નહીં.
પણ, પછી, હેમચન્દ્રાચાર્ય કહે છે કે, ન્યાયબુદ્ધિથી જોઈએ તો આ શ્લોકમાં ઉપમા અલંકાર જ છે. કારણ કે, ઉપમા, કેવળ સમાનગુણ કે સમાન ક્રિયા(ગુણસામ્ય અને ક્રિયા સામ્ય) હોય ત્યાં જ થાય છે એવું નથી; પણ, જ્યાં શબ્દમાત્રનું પણ સામ્ય હોય ત્યાં પણ ઉપમા થઈ શકે છે ૩૭ : યથા મુક્રિયા સાથે ૩પમી તથા શબ્દમાત્રામ્બેડપિ દૃશ્યતે | જેમ કે “ વાર્તા પુરત ખાતે સંપ્રતિ સિતાંશુવિખ્વમવ' જેવા ઉદાહરણમાં, ‘
સ નમ' (૧. ચન્દ્રપક્ષે સત્ત-નમ અર્થાત્ “બધી કલાઓવાળું.” અને ૨. નગરપક્ષે સ
નૈવતમ્ અર્થાત્ “ઘોંઘાટવાળું), એ શબ્દમાત્રનું જ, ચન્દ્ર અને નગર વચ્ચે, સામ્ય છે - બીજું ખરેખરું સામ્ય કંઈ નથી; છતાં આ ઉદાહરણમાં ઉપમા અલંકાર ગણાય છે અને તે યોગ્ય જ છે. (રુદ્રટે (કાવ્યા. ૪.૩૨) પણ કહ્યું છે કે ઉપમા અને સમુચ્ચય સ્પષ્ટતઃ અર્થાલંકાર છે - પણ કેવળ શબ્દમાત્રનું સામ્ય હોય તોયે તે અલંકારો સંભવે છે).
આવાં ઉદાહરણોમાં સ્વયં ૨ પદ્ઘવા એ શ્લોકમાં શ્લેષ અલંકાર છે એમ કહેવું યોગ્ય નથી. એમ કરવાથી “પૂપમાને સ્થાન જ નહીં રહે. બીજી તરફ જો ગુણ અને ક્રિયાના સામ્યને ઉપમનાં પ્રમાણ માનવામાં આવશે તો અર્થશ્લેષને સ્થાન નહીં રહે.
વળી દ્દિશઃ પ્રસાવિયન એ શ્લોક(ઉદા. ૬૧૯, પૃ. ૩૮૨, અર્થશ્લેષનું ઉદાહરણ)માં ઉપમાનથી બિલકુલ મુક્ત, સ્પષ્ટ રીતે, અર્થશ્લેષ અલંકાર જ છે. શ્રી હેમચન્દ્રાચાર્યે આ શ્લોક અર્થશ્લેષના ઉદાહરણ તરીકે ટાંક્યો છે(પૃ. ૩૮૨). આમ સ્વતંત્ર શ્લેષ અલંકાર હોય છે જ. શ્લેષનો વિષય ક્યો છે?
જ્યાં જ્યાં શ્લેષ હોય ત્યાં બીજો કોઈ અલંકાર હોય જ; અને જો એ બીજા અલંકારને જ મુખ્ય માનવામાં આવે તો શ્લેષને સ્થાન જ નહીં રહે એવી ઉદ્ભટની દલીલ અસ્થાને છે. કારણ, હેમચન્દ્રાચાર્યે ઉપર જણાવ્યું છે તેમ સ્વંતત્ર
૫૧૪