SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દભંડા કર્યા વગર જ દરેક શબ્દ બે અર્થ આપે છે. તેથી આ ઉદાહરણ અભંગ શબ્દશ્લેષનું નિદર્શન બની રહે છે. અભંગશ્લેષને અર્થાલંકાર કહી શકાય? અભંગશ્લેષના ઉપરોક્ત ઉદાહરણના સંદર્ભમાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અભંગશ્લેષને અર્થાલંકારનો દાખલો ગણી શકાય કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “ના, અભંગશ્લેષને અર્થાલંકાર કહી શકાય નહીં. કેમ કે, “અન્વય” અને “વ્યતિરેકની પદ્ધતિથી પરીક્ષા કરતાં, અભંગશ્લેષ, શબ્દગત અલંકાર છે એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે. ઉપરોક્ત કાવ્યાદર્શગત ઉદાહરણ કસાવુદ્ધિ :૦' એ શ્લોકમાં જે “ઉદય' વગેરે શબ્દોનો પ્રયોગ થવાથી જે શ્લેષ શબ્દાલંકાર છે તે, ઉદયને બદલે “શક્તિઉપચય” કે “ગિરિ' શબ્દ યોજવાથી રહેતો નથી. આ બતાવે છે કે અહીં શ્લેષ અલંકાર પૂરેપૂરો શબ્દ-નિર્ભર છે; માટે, તે શબ્દાલંકાર છે, અર્થાલંકાર નથી. આ પરીક્ષા, “શબ્દસર્વે અલંકારઃ શબ્દાસત્વે ને અલંકારઃ' એ ન્યાયે થાય છે. જો (ઉદય) શબ્દ હોય તો જ શ્લેષ અલંકાર હોય; અને જો ઉદય’ શબ્દ દૂર થાય તો શ્લેષ અલંકાર અદશ્ય થાય. આ જ “અન્વય’ અને ‘વ્યતિરેકની પદ્ધતિ મમ્મટે પણ અપનાવી છે. ઉભટે અભંગશ્લેષને અર્થાલંકાર માન્યો છે એ મતનું ખંડન કરતાં મમ્મટ કહે છે –“રૂધ્યતે ૬ ઢોષ––અલ્તારમાં ક્વાર્થતત્વેન યો વિમા'I: : અન્વયેવ્યતિરેગાવ વ્યવતિષતે '' (કા. પ્ર. ૯.૮૫ની વૃત્તિ). આમ મમ્મટના મતે, શબ્દ બદલવા છતાં જે ટકી રહે તે અર્થગત (દોષ, ગુણ કે અલંકાર) અને શબ્દ બદલતાં જ જે ટકી ન રહે તે શબ્દગત (દોષ, ગુણ કે અલંધર). પણ, ઉભટ, ‘શબ્દપરિવૃત્તિસહત્વ” અને “શબ્દપરિવૃત્તિ-અસહત્વ એવી કસોટીથી શબ્દગતત્વ અને અર્થગતત્વનો નિર્ણય કરે છે. જો કે આ કસોટી અન્વય-વ્યક્તિરેકની કસોટીથી પરિણામતઃ જુદી નથી. હેમચન્દ્રાચાર્ય અન્વયવ્યતિરેકની કસોટીએ જ શ્લેષ અંગેનો નિર્ણય લે છે (વૃત્તિ. પૃ. ૩૨૮). શબ્દમાત્રના સામ્યથી પણ “ઉપમા” થાય છે ઉદ્ભટના “કાવ્યાલંકારસારસંગ્રહનો સ્વયંવ પવા એ શ્લોક (૪.૧૫) રજૂ કરીને શ્રી હેમચન્દ્રાચાર્ય, સાહિત્યિક મહત્ત્વનો એક બીજો મુદ્દો ઉપસ્થિત કરે છે. પાતી અને પ્રભાતસંધ્યા, બન્નેને લગતા બે જુદા જુદા અર્થો આ શ્લોકની બે પંક્તિઓમાંથી નીકળે છે. આ શ્લોકની પહેલી પંક્તિમાં અભંગ શ્લેષ છે અને ૫૧૩ ૩૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy