SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ થતું ઉચ્ચારણ એ તત્ર છે - “મનેકારરિસર્ચRાં તત્રમ્ !” ભોજરાજે પણ શ્લેષના લક્ષણમાં ‘ત શબ્દને આવા જ અર્થમાં પ્રયોગ કર્યો છે (સરસ્વતી કંઠા. ૨.૬૮). શ્લેષ'ના પ્રકારો સૂત્ર(પ.૬)ની વૃત્તિમાં કહ્યા મુજબ શ્લેષના આઠ ભેદ થાય છે. વર્ણશ્લેષ, પદશ્લેષ, લિંગશ્લેષ, ભાષાશ્લેષ, પ્રકૃતિશ્લેષ, પ્રત્યયશ્લેષ, વિભક્તિશ્લેષ અને વચનશ્લેષ. સભંગ શ્લેષ અને અભંગ શ્લેષ પણ શ્લેષમાં શબ્દોના બે અર્થ થતા હોય છે અને એ બે રીતે બને છે : ૧. કાં તો શબ્દોનો વિગ્રહ કરીને બે અર્થો જુદા જુદા લેવાય છે અથવા તો ૨. શબ્દો જેવા હોય તેવા જ રહીને બે જુદા જુદા અર્થો આપે છે. શબ્દોને છૂટા પાડવાથી જ્યારે બીજો જુદો અર્થ મળે ત્યારે તે સભંગ શ્લેષ કહેવાય છે; પણ જ્યારે શબ્દ જેવો છે તેવો રહીને જ બે અર્થ આપે ત્યારે તે અભંગ શ્લેષ કહેવાય છે. આમ ઉપર ગણાવેલા બધા જ પ્રકારના શ્લેષના બે ભેદ પડે છે એમ વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્યે સ્પષ્ટ કહ્યું છે : “ શબ્દાનાં માર્િ કમાત્ર કૅથા भवति ।' શ્રીહેમચન્દ્રાચાર્યે સૌથી પહેલાં, અક્ષર કે વર્ણ વગેરેના ભેદથી શ્લેષના જે આઠ પ્રકાર થાય છે તે દરેકના સભંગ પ્રકારનાં ઉદાહરણો રજૂ કર્યા છે. આમ વૃત્તિમાંના ઉદા. ૪૮૨માં સભંગ વર્ણશ્લેષનું, ઉદા. ૪૮૩માં સભંગ પદશ્લેષનું, ઉદા. ૪૮૪માં સભંગ લિંગશ્લેષનું, ઉદા. ૪૮૫માં સભંગ ભાષાશ્લેષનું, ઉદા. ૪૮૬માં સભંગ પ્રકૃતિશ્લેષનું, ઉદા. ૪૮૭માં સભંગ પ્રત્યયશ્લેષણું, ઉદા. ૪૮૮માં સભંગ વિભક્તિશ્લેષનું, અને ઉદા. ૪૮૯માં સભંગ વચનશ્લેષનું નિદર્શન થાય છે. પછી, ગ્રંથકાર, આ જ વર્ણશ્લેષ વગેરે શ્લેષના જે આઠ પ્રકાર થાય છે તે દરેકના અભંગ પ્રકારનાં ઉદાહરણો આપે છે. આમ, “કાવ્યાદર્શ (૨.૩૧૧)માંથી લીધેલા ઉદા. ૪૯૦માં “રાજા” શબ્દના ૧. નૃપતિ (રાજા) અને ૨. ચન્દ્ર એવા બે અર્થો થાય છે અને ત્યાં પ્રકરણ વગેરે નિયંત્રક પરિબળો ન હોવાથી બન્ને અર્થો વાચ્ય છે અને શ્લોકમાં આવતા “ઉદય”, “રક્તમંડલ', “કર' એ શબ્દોના પણ બે બે અર્થ થાય છે - એક રાજાને લગતો, બીજો ચન્દ્રને લગતો. આમ આ શ્લોકમાં ૫૧૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy