SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ L ૪. ‘શ્લેષ’ અલંકાર પાંચમા અધ્યાયના છઠ્ઠા સૂત્ર(૫.૬)માં શ્રીહેમચન્દ્રાચાર્યે ‘શ્લેષ’ નામક શબ્દાલંકારની વ્યાખ્યા આપી છે - અર્થમેવમિત્રાનાં શબ્દાનાં માપડ્માભ્યાં યુવૃત્તિ: દ્વેષઃ ॥ (૫.૬) અર્થાત્ ‘‘અર્થભેદને કારણે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ, જ્યાં, ભંગથી અને અભંગથી, શબ્દો એક ઉચ્ચારણના વિષય બની શ્લિષ્ટ પ્રતીત થાય છે ત્યાં શ્લેષ અલંકાર થાય છે.’ વૃત્તિમાં સૂત્રાર્થનું વિવરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, “અર્થભેદને કારણે શબ્દભેદ થાય છે' એ સિદ્ધાન્ત (‘નય’) મુજબ, અર્થ (વાચ્ય) જુદો હોવાને લીધે જુદા ગણાતા શબ્દોનું જે એકીસાથે ઉચ્ચારણ થાય છે તેથી તેમનું ભિન્નરૂપ ઢંકાઈ જાય છે (અને એ શબ્દો એકરૂપે ભાસે છે.) જેમાં આ શબ્દો એકબીજામાં ભળી જાય છે(શ્લિષ્યન્તિ) તે ‘શ્લેષ’ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એક જ શબ્દ શ્લોકમાં એક જ વખત વપરાયો હોય અને તેના બે અર્થો થતા હોય ત્યારે તે ‘શ્લેષ’ કહેવાય છે. આ શ્લેષ (અલંકાર) વર્ણ, પદ, લિંગ, ભાષા, પ્રકૃતિ, પ્રત્યય, વિભક્તિ અને વચનરૂપ શબ્દોના ૧. ભંગી અને ૨. અભંગથી બે પ્રકારનો થાય છે; જેમ કે ઉદા. ૪૮૨માં ૨જૂ થયેલા શ્લોકમાં વિઘ્ન એ રૂપ વિધુઃ અને વિધિ: એ બન્ને શબ્દોનું થાય છે - એમનો વિગ્રહ થતાં ‘ૐ' અને ‘રૂ' એ બે વર્ણોનો ભંગ છે. તેથી તે ‘વર્ણભંગ’ શ્લેષ છે. મમ્મટે આને વર્ણશ્લેષ કહ્યો છે; કેમ કે વિધૌ રૂપ વિધિ (વિધાતા, ભાગ્ય) અને વિધુ(ચન્દ્ર)નું સપ્તમી એકવચનનું રૂપ છે, સમાન રૂપ છે; અર્થો જુદા હોવા છતાં, વર્ણો પણ સમાન હોવાથી, બન્ને અર્થો લઈ શકાય છે. પણ ઉદા. ૪૮૩ના સુભાષિતમાં મહાપદ્મ્ શબ્દના મહતી આપણ્ (મોટી આફત) અને મહત્ પમ્ (મોટું પદ) એવો બે રીતે વિગ્રહ(ભંગ) થાય છે. તેથી ત્યાં ‘પદભંગ’ શ્લેષ છે. મમ્મટ આને પદશ્લેષ કહે છે. ‘તન્ત્ર’ એટલે શું ? હેમચન્દ્રાચાર્યે વૃત્તિમાં તન્ત્રળ શબ્દનો પારિભાષિક પ્રયોગ કર્યો છે. તેનો અર્થ છે – એકવાર ઉચ્ચારણથી અનેક અર્થનો બોધ કરાવવો તે. વામને(કા. અ. સૂ. ૪.૩.૭) શ્લેષાલંકારની વ્યાખ્યામાં ‘તન્ત્ર' શબ્દનો ઉપયોગ કર્યો છે : ‘સ ધર્મવુ તન્ત્રપ્રયોને જ્ઞેષઃ ॥' અહીં ‘તન્ત્રપ્રયોગ’ એટલે તન્ત્રથી પ્રયુક્ત(ઉચ્ચરિત) એવો અર્થ છે. ‘કામધેનુ’ ટીકાના રચયિતાએ કહ્યું છે કે, ‘અનેકોપકારક’ એકવાર ૫૧૧ >
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy