________________
વગેરેનો આકાર રચી આપે છે તેને ચિત્રકાવ્ય કહે છે. મમ્મટે ખડ્ગબંધ, મુરજબંધ, પદ્મબંધ, સર્વતોભદ્રનાં ઉદાહરણો રજૂ કર્યાં છે અને પછી, છેલ્લે, ચર્ચા સમાપ્ત કરતાં કહ્યું છે કે, ‘‘આ અલંકારના વધારે પ્રકા૨ો સંભવે છે પણ તે કવિની શક્તિના પ્રદર્શનરૂપ છે અને તેમાં કાવ્યત્વ નથી તેથી વધુ દાખલા આપ્યા નથી.’’
હેમચન્દ્રાચાર્યે વ્યાખ્યામાં જ ચિત્રાલંકાર કે ચિત્રકાવ્યના પ્રમુખ સાત પ્રકારો તથા પ્રશ્ન, પ્રહેલિકા જેવા બીજા પ્રકારોનો નિર્દેશ કર્યો છે. આમ હેમચન્દ્રાચાર્યના મતે ૧. સ્વરના નિયમનથી સધાતું સ્વરચિત્ર ૨. વ્યંજનના નિયમ નથી સધાતું વ્યંજનચિત્ર, ૩. ઉચ્ચારણનાં સ્થાનોના નિયમથી લીધેલા વર્ષોથી થતું સ્થાનચિત્ર, ૪. શ્લોકમાં ‘ગતપ્રત્યાગત’ એટલે કે ગતિ (આગળ વધવું) અને પ્રત્યાગતિ(પાછા વળવું)ના નિયમથી થતું ગતિચિત્ર, ૫. વર્ણોની અમુક રીતની ગોઠવણીથી થતા ખડ્ગ, મુરજ, વગેરે આકારોનું ચિત્ર કે આકારચિત્ર, ૬. ચ્યુતચિત્ર જેમાં માત્રાચ્યુત વગેરે ઉપરોક્ત ચાર પ્રકારો આવે છે; અને ૭. ગૂઢચિત્ર જેમાં ક્રિયાગૂઢ વગેરે ઉપરોક્ત ચાર પ્રકારો આવે છે. બાકીના પ્રશ્ન, પ્રહેલિકા વગેરે પ્રકારો પણ ચિત્રાલંકારના જ છે.
હેમચન્દ્રાચાર્યે સૂત્ર પાંચ (૫.૫)ની વૃત્તિમાં આ દરેક પ્રકારનાં ઉદાહરણો રજૂ કરી, ચિત્રાલંકારનું વ્યવસ્થિત નિરૂપણ કર્યું છે અને વિવેક(પૃ. ૩૦૭૩૧૩)માં વિશેષ સંદર્ભસામગ્રી રજૂ કરી છે. આ માટે ગ્રંથકારે દંડી, રુદ્રટ, ભોજરાજ વગેરે પુરોગામી ગ્રંથકારોમાંથી વિષયસામગ્રી પ્રાપ્ત કરી છે એ પણ સ્પષ્ટ છે. દંડીના ‘કાવ્યાદર્શ'માં ચિત્રાલંકાર, ગોમૂત્રિકા, અર્ધભ્રમ તેમ જ સર્વતોભદ્ર નામના બંધચિત્રોના રૂપમાં તથા સ્વર, સ્થાન અને વર્ણના નિયમોના રૂપમાં પ્રસ્તુત થયો છે (કાવ્યાદર્શ ૩.૭૮-૯૫). રુટે પણ ચક્ર, ખડ્ગ વગે૨ે બચિત્રોના રૂપમાં તથા અનુલોમ, પ્રતિલોમ વગેરે વર્ણવિન્યાસજનિત વૈચિત્ર્યના રૂપમાં આ અલંકારનું નિરૂપણ કર્યું છે. પછી ભોજરાજે એમાં વાકોવાક્ય, ગૂઢોત્તર, પ્રશ્નોત્તર જેવા અલંકારો પણ ઉમેર્યા છે(સરસ્વતી કંઠા૦ ૨.૧૩૬). આમ, ચિત્ર અલંકાર બચિત્રોનો તથા શબ્દવૈચિત્ર્યનો અલંકાર બની રહ્યો છે. પણ બધા જ ગ્રંથકારોએ આ અલંકારને ‘દુષ્કર’, ‘કષ્ટકાવ્ય’, ‘કાવ્યાન્તર્ગşભૂત’ કહી તેની અવહેલના કરી છે અને ‘એકાવલી'કાર વિદ્યાધરે ચિત્રાલંકારને રસજમાવટમાં બાધક માન્યો છે.૧૩૬ રુદ્રટે પણ માત્રાચ્યુત, બિંદુચ્યુત, પ્રહેલિકા, કારકગૂઢ, ક્રિયાગૂઢ, પ્રશ્નોત્તર વગેરે ચિત્રાલંકારભેદોને મનોવિનોદના સાધનરૂપ ગણી તેમને અલંકા૨પદવી આપવાની જ ના પાડી છે (૫.૨૪).
૫૧૦