________________
સામાન્યતઃ ચિત્ર’ એવું અભિધાન “અધમ' કાવ્યને આપવામાં આવે છે. આવા કાવ્યમાં કવિ, રસ કે ભાવના નિરૂપણને બદલે, શબ્દો અને અર્થોની ચમત્કૃતિ સાધવામાં રાચે છે. આવું કાવ્ય, આનંદવર્ધનના શબ્દોમાં, રસભાવ વગેરે તાત્પર્ય વિનાનું અને વ્યંગ્યાર્થવિશેષને પ્રગટ કરવાની શક્તિથી રહિત હોય છે અને તે માત્ર વાચ્યવાચકના વૈચિત્ર્યના આધારે રચાયેલું હોઈ, (ખરા કાવ્યના) ચિત્ર જેવું લાગે છે. આથી એને ચિત્રકાવ્ય કહે છે. એ મુખ્યપણે કાવ્ય નથી હોતું; કાવ્યનું કેવળ અનુકરણ હોય છે. એમાં કેટલાંક શબ્દચિત્રો હોય છે. જેમ કે, કષ્ટસાધ્ય યમક વગેરે. વાચિત્ર (અર્થચિત્ર), શબ્દચિત્ર કરતાં જુદું હોય છે. એમાં પણ ઉક્ષાદિ અર્થાલંકારો જ મુખ્ય બની રહે છે અને એમાં રસભાવાદિ તાત્પર્યનો અભાવ હોય છે (ધ્વ. આ. ૩.૪રની વૃત્તિ). આવા અલંકારબંધો ચિત્રકાવ્યનું અભિધાન પામે છે. ચિત્ર' નામના શબ્દાલંકારનું નિરૂપણ કરતાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે -
स्वरव्यञ्जनस्थानगत्याकारनियमच्युतगूढादिचित्रम् ॥ (५.५)
એટલે કે, “સ્વર, વ્યંજન, સ્થાન, ગતિ, આકારનો જે નિયમ અને “ચુત’ તથા ગૂઢ વગેરે ચિત્ર (અલંકાર) કહેવાય છે.”
વૃત્તિમાં સ્પષ્ટતા કરી છે કે “અકાર વગેરે સ્વરો; “ક કાર વગેરે વ્યંજનો; છાતી, કંઠ વગેરે સ્થાન: ગતપ્રત્યાગતરૂ૫ ગતિ; ખગ, મુરજ, મુસલ, ધનુષ્ય, બાણ, ચક્ર, પબંધ વગેરે આકાર-એ બધાનો જે નિયમ (તે); તથા “શ્રુત” અને ગૂઢ' વગેરે, ચિત્ર જેવો દેખાવ હોવાથી અથવા આશ્ચર્યનું કારણ હોવાથી, ‘ચિત્ર અલંકાર કહેવાય છે. “ટ્યુત’ના ચાર પ્રકાર છે : માત્રાટ્યુત, અધર્માત્રાટ્યુત, બિન્દુય્યત અને વર્ણવ્યુત. ગૂઢ’ના પણ ચાર પ્રકાર છે ક્રિયાવિષયક(ક્રિયાગૂઢ), કારકવિષયક(કારકગૂઢ), સંબંધવિષયક (સંબંધગૂઢ) અને પાદ(ચરણ)વિષયક(પાદગૂઢ). “ગૂઢાદિ એમ કહ્યું છે તેમાં ‘આદિ' (વગેરે) પદથી, પ્રશ્નોત્તર, પ્રહેલિકા, દુર્વચક વગેરેનો “ચિત્ર અલંકાર તરીકે સ્વીકાર છે.
“ચિત્ર અલંકાર, કષ્ટસાધ્ય હોવાથી અને એમાં શબ્દરમત સિવાય બીજો કોઈ સાહિત્યિક લાભ ન હોવાથી, કાવ્યત્વ પ્રાપ્ત કરતો નથી એટલે એની બહુ લાંબી ચર્ચા કરવી અપ્રસ્તુત છે એવો મમ્મટ, હેમચન્દ્રાચાર્ય આદિ રસધ્વનિવાદી આચાર્યોનો સ્પષ્ટ મત છે (વાંચો કા. પ્ર. ૯.૮૫ની વૃત્તિ). મમ્મટે ચિત્રાલંકારની વ્યાખ્યા-વૃત્તિમાં કહ્યું છે કે, જેમાં ખાસ રીતે ગોઠવેલા વર્ષો ખડ્ઝ, મુરજ, પદ્મ
૫૦૯