SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુતઃ રસભંગનું કારણ બને છે તો પછી યમકાદિથી યુક્ત કશ્મદ કાવ્યરચનાથી રસાસ્વાદમાં ઉત્પન્ન થતી અડચણનું તો કહેવું જ શું? આથી લોલ્લટ નામના પ્રાચીન વિવેચક યોગ્ય જ કહે છે કે - નદી, સાગર, પર્વત, અશ્વ, નગર વગેરેનાં વર્ણનો રજૂ કરવાનો પ્રયત્નમાત્ર પોતાની કાવ્ય-રચનાની શક્તિના પ્રદર્શનરૂપ છે તે કાવ્યોમાં યોગ્ય નથી; અને રસના વિરોધી શબ્દચતુરાઈથી યુક્ત યમકના તથા ચિત્રકાવ્યના પ્રયોગો માત્ર અહંવૃત્તિની નીપજ છે અથવા પરંપરાનું ગડુરિકાપ્રવાહરૂપી અંધ અનુકરણ છે.” આ પ્રમાણે, શ્રી હેમચન્દ્રાચાર્ય યમક અને ચિત્રાલંકારના અતિરેકી પ્રયોગો કરનાર કવિઓની તીખી આલોચના કરે છે અને લોલ્લટનો મત રજૂ કરી, મકાદિ સાહિત્યિક અતિરેકોનો વિરોધ કરે છે. હેમચન્દ્રાચાર્યના મતે યમક વગેરે અલંકારો, પૃથગ્યત્નનિર્વર્ય (ખાસ પ્રયત્નપૂર્વક રચાયેલા) હોય છે અને તેરસને પોષક નથી; પણ બાધક છે. તેથી પણ કવિઓએ તેમનો કાવ્યમાં આદર કરવો ન જોઈએ. આ સંદર્ભમાં આનંદવર્ધનના શબ્દો કવિઓએ કાને ધરવા જેવા છે તેથી, ગ્રંથકાર, વિવેકમાં ધ્વન્યાલોક'ની કારિકા(૨.૧૭) રજૂ કરે છે (અવતરણ ૧૩૨, પૃ. ૩૦૭). रसाक्षिप्ततया यस्य बन्धः शकयक्रियो भवेत् । .. अपृथग्यत्ननिर्वर्त्यः सोऽलंकारो ध्वनौ मतः ॥ અર્થાત્ “ધ્વનિકાવ્યમાં એ જ અલંકાર યોગ્ય ગણાય છે જેની રચના રસના આવેશને કાણે જ શક્ય બની હોય છે અને જે અલંકારને રચવા માટે કવિને જુદો (પૃથક) યત્ન કરવો પડતો નથી.” યમકના ઉપયોગ અંગે આનંદવર્ધને કહ્યું છે કે, ધ્વનિના આત્મારૂપ શૃંગારરસમાં અને ખાસ તો વિપ્રલંભશૃંગારરસમાં કવિની યમકાદિ અલંકારો રચવાની શક્તિ હોવા છતાં, યમકાદિ અલંકારોની ભરમાર કરવી એ કવિની ભૂલ છે (ધ્વ. આ. ૨.૧૫). યમકાદિની રચના કરવા માટે કવિને ખાસ, જુદો પ્રયાસ કરવો પડે છે. આથી કવિ શક્તિશાળી હોય તોયે યમકાદિ અલંકારો રસનું અંગ બની શકતા નથી. આમ, આનંદવર્ધને યમકાદિ પ્રયત્નસાધ્ય, કૃત્રિમ અલંકારો, રસભંગ કરનારા હોવાથી સ-રસ કાવ્યમાં તેમની યોજના કરવા સામે ચેતવણી આપી છે. ૩. ચિત્ર' અલંકાર ચમકીને સાહિત્યિક અતિરેક ગણી, એના વિવેકહીન ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારવાની સાથે જ, શ્રી હેમચન્દ્રાચાર્ય, સૂત્ર પાંચ(૫.૫)માં ચિત્ર નામના ત્રીજા શબ્દાલંકારનું નિરૂપણ કરે છે. ૫૦૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy