________________
આથમે ત્યારે પણ લાલ જ હોય છે) એ પંક્તિ ‘યમક’નું ઉદાહરણ બનતી નથી; કેમ કે અહીં બન્ને ‘તામ્ર' શબ્દો સમાનાર્થક છે, ભિન્નાર્થક નથી. આમ સત્યર્થે, અન્યાર્થાનામ્, શ્રુêકયે, ક્રઐકયે વગેરે પદો યોજીને ગ્રંથકારે ‘યમક’ સંબંધી ચાર જરૂરી બાબતો પર ભાર મૂક્યો છે. વર્ણોની સાર્થકતા, શ્રુતિ તથા ક્રમની સમાનતા તથા અર્થભિન્નતા. આ ‘યમક’ અલંકાર શ્લોકના પાદ(ચરણ)માં અથવા પાદના એક ભાગમાં પણ થાય છે. સૂત્ર ચારમાં ગ્રંથકારે આ વાત જણાવી છે - તત્વારે માળે વા (૫.૪)
અર્થાત્ ‘તે (યમક) શ્લોકના પાદ(ચરણ)માં અને એ પાદ(ચરણ)ના ભાગમાં થાય છે.' શ્લોકનો ચતુર્થાંશ પાદ ગણાય છે. આમ પાદગત અને પાદભાગગત (પાદાંશગત) એમ યમકના અનેક ભેદ(પ્રકાર) થાય છે. પાદગત યમકના પંદર ભેદ છે અને પાદભાગગત કે પાદાંશગત યમકના છપ્પન ભેદ થઈ શકે છે. આ ઉપરાંત બીજા પણ યમક-ભેદો છે. આ બધાની ગ્રંથકારે વૃત્તિમાં તથા ‘વિવેક’માં સોદાહરણ ચર્ચા કરી છે. મમ્મટે પણ ‘કાવ્યપ્રકાશ’(૯.૮૩)માં ‘યમક’ની સોદાહરણ સમજૂતી આપી છે. યમક પદ્યમાં જ પ્રાયઃ જોવા મળે છે. પણ મહત્ત્વની વાત એ છે કે, યમકના બધા ભેદો અને તેમનાં ઉદાહરણો આપ્યા પછી, શ્રીહેમચન્દ્રાચાર્ય જણાવે છે કે, યમકના પુષ્કળ ભેદ છે - ના, અસંખ્ય ભેદ છે’(વિવેક, પૃ. ૩૦૬). નોંધપાત્ર છે કે, ‘વિવેક'માં રુટના ‘કાવ્યાલંકાર’ની માહિતીનો સંદર્ભસામગ્રીરૂપે ઉપયોગ થયો છે(કાવ્યા. ૩.૧). ‘યમક’ એ સાહિત્યિક અતિરેક છે
ચોથા સૂત્ર(૫.૪)ની વૃત્તિમાં ‘યમક'નું વિવરણ પૂરું કરતાં પહેલાં, શ્રીહેમચન્દ્રાચાર્ય કહે છે કે સાહિત્યિક સૌંદર્યની દૃષ્ટિથી કે રસકીય મહત્ત્વનૌ દૃષ્ટિથી જોતાં, યમકના ભેદોપભેદો, આખરે તો, કવિની છંદોબદ્ધ રચના કરવાની શક્તિના પ્રદર્શનરૂપ જ બની જાય છે અને યમક અલંકાર, જીવનના ચાર પુરુષાર્થોમાંથી એક પણ પુરુષાર્થને પ્રેરનાર બની શકતો નથી. આથી જ યમકને, કાવ્યગડુભૂત અર્થાત્ કાવ્યના રસના આસ્વાદને અવરોધનાર તત્ત્વ તરીકે ગણવો પડે એમ છે. કારણ કે, મહાકવિઓ, સુકુમાર બુદ્ધિવાળી વ્યક્તિઓને જીવનના (ચાર) પુરુષાર્થો તરફ પ્રેરવા માટે, કાવ્ય રચે છે. પણ રસને અવરોધ કરનાર, યમક વગેરે, પૃથક્ યત્નથી રચાતા (પૃથગ્યત્નનિર્વર્ય), કૃત્રિમ અલંકારો, સમજવામાં મનને ભારે શ્રમ કરવો પડે છે અને તેથી કાવ્યનો હેતુ સરતો નથી. સામાન્ય રીતે, કાવ્યમાં આવતાં નદી, પર્વત, સાગર આદિનાં લાંબાં વર્ણનો પણ
૫૦૭