SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લાટાનુપ્રાસ’ અલંકાર, લાટ દેશના અર્થાત્ ગુજરાતના લોકોનો પ્રિય(લાટજનવલ્લભ) અલંકાર છે. પાંચમા અધ્યાયના બીજા સૂત્ર(૨.૫)માં ગ્રંથકારે ‘લાટાનુપ્રાસ’ની વ્યાખ્યા આપી છે - તાત્પર્યમાત્રમેરિનો નાદ્ન: પદ્રસ્થ વા તાટાનામ્ ॥ (૫.૨) અર્થાત્ ‘‘તાત્પર્ય માત્રનો ભેદ હોય તેવા નામની કે પદની (આવૃત્તિ) એ લાટદેશનો (અલંકાર) છે.” સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં વૃત્તિમાં ગ્રંથકાર કહે છે કે, શબ્દોના ‘લાટાનુપ્રાસ’માં - ૧. આવૃત્તિ પામતા શબ્દો એક જ અર્થમાં વપરાયા હોય છે; ૨. પણ એ શબ્દોનો અન્વય જ માત્ર જુદો હોય છે - એટલે કે એ શબ્દો એકબીજા સાથે સીધા જોડાયેલા હોતા નથી; . અનુપ્રાસરૂપ, આ ૩. આવા શબ્દો કાં તો નામ હોય અથવા બીજો કોઈ પદ-પ્રકાર; અને ૪. આ શબ્દો કાં તો એકવાર કે અનેકવાર આવર્તન પામે છે. ટૂંકમાં, મમ્મટે કહ્યું છે તેમ, તાત્પર્યમાત્રનો ભેદ હોય તો શબ્દાનુપ્રાસ, લાટાનુપ્રાસ કહેવાય છે. એક જ અર્થના હોય તેવા એકસરખા શબ્દો પણ અન્વયમાત્રના ભેદથી પાસેપાસે આવ્યા હોય ત્યાં આ અલંકાર (લાટાનુપ્રાસ) થાય છે. મમ્મટે આના પાંચ પ્રકાર પાડ્યો છે (કા. પ્ર. ૯.૮૧-૮૨). પણ હેમચન્દ્રાચાર્યે, સૂત્રમાં જણાવ્યા મુજબ નામ અને પદની આવૃત્તિ અનુસાર લાટાનુપ્રાસનાં ઉદાહરણો (૪૩૮-૪૯૫) આપ્યાં છે. એક ઉદાહરણ તો અગાઉ(૩.૫) ઉક્તપદત્વ એ લાટાનુપ્રાસમાં દોષ નથી એ સમજાવવા અપાઈ ચૂક્યું છે (ઉદા. ૨૩૬, ૪૪૦). આમ, એક જ નામની એક જ વખત આવૃત્તિ હોય કે અનેક વખત આવૃત્તિ થતી હોય; અનેક નામોની એક વખત આવૃત્તિ થતી હોય કે અનેક વખત; એક જ પદની એક વખત આવૃત્તિ થતી હોય કે અનેક વખત; અનેક પદોની એક વખત આવૃત્તિ થતી હોય કે અનેક વખત - આ રીતે લાટાનુપ્રાસ એ, વિવિધ રીતે, ચમત્કૃતિ પેદા કરતો, રસાનુકૂળ, શબ્દાનુપ્રાસ છે. ‘લાટાનુપ્રાસ’ની ઉદ્ભટની વ્યાખ્યા જરાક જુદી છે. વામન એને પદાનુપ્રાસ કહે છે. વામને માત્ર બે જ શબ્દાલંકારો માન્યા છે ઃ ૧. યમક ૨. અનુપ્રાસ (કા. અ. સૂ. ૪.૧). પણ હેમચન્દ્રાચાર્યની ‘લાટાનુપ્રાસ’ની વ્યાખ્યા ખૂબ જ સીધી અને સરળ છે અને તેથી, ગુજરાતના લોકોને આ અલંકાર ખૂબ જ પ્રિય લાગે છે એ વાત ગળે ઊતરે તેવી છે.૧૩૫ ૫૦૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy