SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ આવી વર્ણ-યોજના રસને અનુસરતી હોવી(રધનુન:) જોઈએ. હેમચન્દ્રાચાર્ય પણ આ જ વાત કહે છે; કારણ કે, મમ્મટની માફક, હેમચંદ્રાચાર્ય પણ રસવાદી વિવેચક છે. જો કે, મમ્મટ અનુપ્રાસના છેકાનુપ્રાસ” અને “વૃજ્યનુપ્રાસ' એવા બે પ્રકારનું નિરૂપણ કરે છે. મમ્મટની દૃષ્ટિએ અનેક વર્ષોની એકવાર આવૃત્તિ થાય તો છેકાનુપ્રાસ થાય છે; અને એક વર્ણનું કે અનેક વર્ણનું, અનેક વાર આવર્તન થાય તો વૃજ્યનુપ્રાસ થાય છે. આ સંદર્ભમાં જ મમ્મટ ઉપનાગરિકા, પરુષા અને કોમલા, એ, પ્રથમ ઉદ્ભટે પ્રવર્તાવેલી, ત્રણ વૃત્તિઓનું નિરૂપણ કરે છે(કા. પ્ર. ૯.૮૦). પણ “વૃત્તિ એટલે ‘નિયત વર્ણમાં રહેલો રસવિષયક વ્યાપાર' એવી સમજૂતી આપી, મમ્મટ, વર્ણોની વૃત્તિને, વ્યંજનાવ્યાપાર સાથે સાંકળી લે છે(કા. પ્ર. ૯.૭૯). શ્રી હેમચન્દ્રાચાર્યે ગુણોની ચર્ચાના ભાગરૂપે, ચોથા અધ્યાયના આઠમા સૂત્રની વૃત્તિમાં ઉપનાગરિકા આદિ ત્રણ વૃત્તિઓનું વિવરણ કર્યું છે અને ત્યાં જ મમ્મટના કાવ્યપ્રકાશના નવમા ઉલ્લાસની બે કારિકાઓ(૯.૮૦-૮૧) ઉદ્ધત કરી સ્વમતની પુષ્ટિ કરી છે. વળી, શ્રી હેમચન્દ્રાચાર્યે મમ્મટના છેકાનુપ્રાસ અને વૃજ્યનુપ્રાસનો પોતાના સર્વગ્રાહી “અનુપ્રાસ’માં સમાવેશ કરી દીધો છે. સામાન્યતઃ અનુપ્રાસના, “કાનુપ્રાસ', “વૃજ્યનુપ્રાસ’ અને ‘લાટાનુપ્રાસ એવા ત્રણ પ્રકાર છે. છેકાનુપ્રાસમાં અનેક વ્યંજનોનું એકવાર આવર્તન હોય તેવો નિયમ છે; પણ “વૃજ્યનુપ્રાસ'માં વ્યંજનોના આવર્તનનો ચુસ્ત નિયમ નથી - માત્ર એક જ શરત હોય છે કે વ્યંજનોનું આવર્તન રસજમાવટને અનુકૂળ હોવું જોઈએ : “વૃત્તિર્નિયતવાતો રવિષયો પર: " આ વૃજ્યનુપ્રાસ કે “અનુપ્રાસજાતિ'માં ઉપનાગરિકા વગેરે ત્રણ વૃત્તિઓ કે શૈલીઓનો સમાવેશ થાય છે. ઉદ્ભટે પણ આ વાત સ્પષ્ટ કરી છે. આનો અર્થ એ કે આપણે પહેલાં ઉપનાગરિકા વગેરે ત્રણ વૃત્તિઓ સમજી લેવી જોઈએ, જેથી એ વૃત્તિઓમાં જ રહેલો અનુપ્રાસ આપણે સહેલાઈથી સમજી શકીએ.૧૩ હેમચન્દ્રાચાર્ય, રસધ્વનિવાદી આચાર્ય તરીકે, ત્રણ ગુણો મારફતે, ત્રણ વૃત્તિઓને, રસ સાથે સાંકળી લીધી છે. એટલે અહીં વૃત્તિઓની વિશેષ ચર્ચા કરવાનું આચાર્યશ્રીએ ટાળ્યું છે.૩૪ લાટાનુપ્રાસ શ્રી હેમચન્દ્રાચાર્યના મતે લાટાનુપ્રાસ એ “અનુપ્રાસનો જ પ્રકાર છે; પણ એ “શબ્દાનુપ્રાસ' છે. એટલે એમાં શબ્દોનું આવર્તન કે સાદશ્ય હોય છે. આ ૫૦૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy