SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે, શબ્દ અને અર્થ બને ચમત્કૃતિ પેદા કરે છે. આ મુદ્દો સ્પષ્ટ કરવા માટે મમ્મટ, ભામહના ઉપરોક્ત ત્રણ શ્લોકો રજૂ કરે છે. આ ત્રણ શ્લોકમાં ભામટે, જે વિચારકો માત્ર રૂપક આદિ અર્થાલંકારોને જ કાવ્યના સૌંદર્યોત્પાદક અલંકારો માને છે અને અનુપ્રાસ આદિ શબ્દાલંકારોને માનતા નથી તેમને આખરી ફેંસલારૂપ ઉત્તર આપ્યો છે. આ ઉત્તર આ પ્રમાણે છે : “અમે તો શબ્દના તથા અર્થના એમ બન્ને પ્રકારના અલંકારો સ્વીકારીએ છીએ' (૧.૧૫). અહીં નોંધવું જોઈએ કે, ભામહે આપેલી કાવ્યની વ્યાખ્યામાં શબ્દ થતા અર્થ બન્નેને સરખું પ્રાધાન્ય આપ્યું છે. “શબ્દાથ સહિત વ્યિ{ " (૧.૧૬) એ ભામહની કાવ્યની વ્યાખ્યામાં, “શબ્દ તેમ જ અર્થ બને મળીને કાવ્ય બને છે.” શ્રી હેમચન્દ્રાચાર્યે કરેલું શબ્દ તથા અર્થના અલંકારોનું નિરૂપણ શ્રી હેમચન્દ્રાચાર્ય અલંકારોના બે વર્ગો પાડે છે : ૧. શબ્દના અલંકારો અથવા શબ્દાલંકારો; અને ૨. અર્થના અલંકારો અથવા અર્થાલંકારો. પણ શ્રી હેમચન્દ્રાચાર્ય, શબ્દાર્થ બન્ને પર આધારિત “શબ્દાર્થાલંકારો” અથવા ઉભયાલંકારોને માન્યતા આપતા નથી - પણ “અવયવ્યતિરેકના આધારે મમ્મટે “ઉભયાલંકારોને માન્યતા આપી છે(કા. પ્ર. ૧. ૯). રુચકે “આશ્રયઆશ્રમિભાવ'ના આધારે એમ જ કર્યું છે. રુચક કહે છે : “તત્ર રીન્દ્ર નંti/ યમદ્વિ: | અર્થાતંIRI ૩પમઃ | ૩માનંજાર, તાટાનુપ્રાસાય:.. તોવાશ્રયાશ્રયમવ8 તત્તતં નવન્જિનમ્ '' મમ્મટે અનુપ્રાસ વગેરેને શબ્દાલંકાર; ઉપમા, રૂપક વગેરેને અર્થાલંકાર; અને પુનરુક્તવદાભાસ વગેરેને ઉભયાલંકાર માન્યા છે. કાવ્યની વાણીમાં શબ્દની શોભા, અર્થની શોભાની પહેલાં આવે છે (કેમ કે, અર્થ, શબ્દ દ્વારા વ્યક્ત થાય છે), તેથી શ્રી હેમચન્દ્રાચાર્ય પાંચમા અધ્યાયમાં, પહેલાં છ શબ્દાલંકારોનું નિરૂપણ કરે છે. આ છ શબ્દાલંકારો છે: ૧. અનુપ્રાસ, ૨. યમક, ૩. ચિત્ર, ૪. શ્લેષ, ૫. વક્રોક્તિ અને ૬. પુનરુક્તાભાસ (કે પુનરુક્તવદાભાસ). જો કે મમ્મટે શબ્દના સાત અલંકારોનું નિરૂપણ કર્યું છે : ૧. વક્રોક્તિ (બે પ્રકાર), ૨. અનુપ્રાસ (બે પ્રકાર), જેમાં પ્રથમ ઉદ્ભટે નિરૂપેલી ઉપનાગરિક, પુરુષા અને કોમલા એ ત્રણ વૃત્તિઓ કે વૈદર્ભી વગેરે ત્રણ રીતિઓનો સમાવેશ છે; ૩. લાટાનુપ્રાસ(કે શબ્દાનુપ્રાસ)ના પાંચ પ્રકાર; ૪. યમક; ૫. શ્લેષ (આઠ પ્રકાર); ૬. ચિત્ર અને ૭. પુનરાવદાભાસ (શબ્દાર્થગત). રુદ્રટે પાંચ શબ્દાલંકારો માન્યા છે: ૧. વક્રોક્તિ, ૨. અનુપ્રાસ, ૩. યમક, ૪. લેષ ૫૦૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy