________________
અલંકારોની વ્યાખ્યાઓ સમજવી શક્ય નથી. બીજું, કાવ્યશાસ્ત્રનો કોઈ પણ વિચારક બધા જ સંભવિત અલંકારોની સંપૂર્ણ યાદી પ્રસ્તુત કરી શકે નહીં, કેમ કે, સંભવિત અલંકારોની સંખ્યા અમર્યાદિત છે. જેમ વાણીના વિકલ્પો અનંત છે તેમ કાવ્યના અલંકારો પણ અનંત હોઈ શકે, કેમ કે અલંકારોનું મંડાણ માનવવાણી પર થાય છે” ૧૨૮ શબ્દાલંકાર અને અર્થાલંકારનો ભેદ
કાવ્યનું બાહ્ય કલેવર શબ્દ અને અર્થનું બનેલું હોય છે અને માનવશરીરનું દૃષ્ટાન્ત નજર સામે રાખીને એને કાવ્યશરીર કહેવામાં આવે છે. અલંકારો આ કાવ્યશરીરને, અભિવ્યક્તિની જુદી જુદી છટાઓ દ્વારા આકર્ષક કે સુંદર બનાવે છે. આ અલંકારો શબ્દના તથા અર્થના હોય છે. આ વાત પોતાના “કાવ્યાલંકાર ગ્રંથમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યા વગર પણ ભામહ, શબ્દના તથા અર્થના અલંકારો પોતે સ્વીકારે છે એવું ‘શામધેયાતંરમેષ્ટિ યે તુ નઃ |' (૧.૧૫) અર્થાત્ “શબ્દાલંકાર અને અર્થાલંકાર એવા બે ભેદ અમે તો સ્વકારીએ છીએ (ભલે બીજા એમ કરવામાં આનાકાની કરે છે તોપણ)' એમ કહીને સૂચવે છે. દંડી પણ આ મત સાથે સંમતિ દર્શાવતાં કહે છે : “શરીર તાવાિર્થવ્યવચ્છિન્ના પાવતી !' (કાવ્યાદર્શ ૧.૧૦). અહીં દંડી શબ્દના જેટલો જ અર્થ ઉપર પણ ભાર મૂકે છે. અને અલંકારની જરૂરિયાતના પ્રશ્ન, ભામહ ભારપૂર્વક કહે છે: “R ન્તિમ નિર્દૂi વિભક્તિ વનિતાનનમ્ ' (૧.૧૩) અર્થાત્ “સ્ત્રીનો ચહેરો સુંદર હોય તો પણ આભૂષણ વગર શોભી ઊઠતો નથી.” શબ્દચિત્ર અને અર્થચિત્ર
આપણને જાણવી રસપ્રદ લાગે તેવી બાબત એ છે કે, “કાવ્યપ્રકાશના છઠ્ઠા ઉલ્લાસના આરંભે જ મમ્મટ ભામહના “કાવ્યાલંકારમાંથી ત્રણ શ્લોકો(૧.૧૩૧૫) ઉદ્ધત કરે છે. આ સ્થળે, મમ્મટ સમજાવે છે કે, કાવ્યના શબ્દચિત્ર અને અર્થચિત્ર એવા બે ભેદો છે, પણ ઘણા કિસ્સાઓમાં એક જ કાવ્યમાં બન્ને ભેદો સાથે રહેલા જોવા મળે છે. વસ્તુતઃ લગભગ બધા જ કિસ્સાઓમાં સૂક્ષ્મ રીતે જોવાથી, શબ્દચિત્ર અને અર્થચિત્ર બન્ને હાજર હોવાનું બતાવી શકાય છે. આવા કિસ્સાઓમાં માર્ગદર્શન માટે મમ્મટ એવો ઉપયોગી નિયમ સ્થાપે છે કે, કોઈ પણ કૃતિનું શબ્દચિત્ર કે અર્થચિત્ર તરીકે વર્ગીકરણ કરતી વખતે, કવિનો આશય લક્ષમાં લેવો જોઈએ. અને કવિએ શ્લોકના સૌંદર્ય માટે શબ્દ ઉપર આધાર રાખ્યો છે કે અર્થ ઉપર તેનો વિચાર કરવાથી કવિનો આશય સ્પષ્ટ થઈ જાય છે.
૫૦૧