________________
કાવ્યમાં અલંકાર
M
અલંકારની વિભાવના
કાવ્યના અલંકારોના નિરૂપણ માટે શ્રી હેમચન્દ્રાચાર્યે “કાવ્યાનુશાસનમાં બે અધ્યાયો જુદા ફાળવ્યા છે. અધ્યાય પાંચ અને અધ્યાય છે. પાછળ દૃષ્ટિ કરીને જોઈશું તો જણાશે કે, “કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયમાં “કાવ્ય'ની વ્યાખ્યા(૧.૧૧) કરતી વખતે જ ગ્રંથકારે, કાવ્યના શબ્દ તથા અર્થના “અલંકાર'નો ઉલ્લેખ કર્યો છે - અર્થાત્ “અલંકારયુક્ત” શબ્દાર્થ એ કાવ્ય છે એમ વ્યાખ્યામાં જ કહેવામાં આવ્યું છે. તે પછી પ્રથમ અધ્યાયના તેરમા તથા ચૌદમા સૂત્ર(૧.૧૩૧૪)માં શ્રી હેમચન્દ્રાચાર્ય અલંકારનું સામાન્ય સ્વરૂપ શું છે અને કાવ્યમાં અલંકારનું સ્થાન, મહત્ત્વ તથા કાર્ય શું છે તેનું ઉદાહરણો સાથે વિવરણ કરી, અલંકારનો રસ સાથે અસરકાર સંબંધ દર્શાવ્યો છે. અને આનંદવર્ધન જેવા પુરોગામી સાહિત્યશાસ્ત્રીઓની પરંપરાને અનુસરીને, શ્રી હેમચન્દ્રાચાર્યે, અલંકારસમીક્ષા અથવા કાવ્યમાં અલંકારોના ઉપયોગ અંગે દિગ્દર્શન કર્યું છે અને સર્જકને કીમતી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આમ, “કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયમાં જ રસધ્વનિના દૃષ્ટિબિંદુથી અલંકારનું સામાન્ય સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયું છે અને તેની સંપૂર્ણ વિચારણા આપણે અગાઉ (પૃ. ૧૦૧-૧૨૧) કરી છે. અલંકાર વિશેનું સૌંદર્યશાસ્ત્રીય દૃષ્ટિબિંદુ
અલંકારોના સામાન્ય સ્વરૂપની ચર્ચા કર્યા પછી સામાન્ય રીતે શબ્દના અને અર્થના જુદા જુદા અલંકારોનું નિરૂપણ કરવાની પ્રણાલિકા છે. પણ, કોઈ પણ જુદા જુદા અલંકારોનું નિરૂપણ કરતાં પહેલાં, એ જાણવું ખૂબ જ આવશ્યક થઈ પડે છે કે, અલંકારની વિભાવના તથા ઉપયોગની પાછળ કઈ સૌંદર્યશાસ્ત્રીય તથા સાહિત્યિક દૃષ્ટિ રહેલી છે. આ સંદર્ભમાં ડૉ. કે. કૃષ્ણમૂર્તિ કહે છે કે, “પહેલાં તો, અલંકારોની સામાન્ય વિભાવનાના અભાવમાં, વિશેષ પ્રકારના જુદા જુદા
૫૦૦