SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પ્રબન્ધના ઔચિત્યની બાબતમાં ગ્રંથકારે વૃત્તિમાં કહ્યું છે કે, “નાટકમાં રૌદ્રરસમાં પણ લાંબા સમાસો વગેરેનો યોજવા. આની વિવેકમાં પૂરકચર્ચા કરતાં ગ્રંથકાર કહે છે કે, “લાંબા સમાસો વગેરે ન યોજવાનો નિયમ માત્ર કરુણરસ અને વિપ્રલંભશૃંગારરસનાં નાટકો પૂરતો જ છે એમ નથી. રૌદ્રરસનાં નાટકોમાં પણ લાંબા સમાસો વગેરે ન વાપરવા એવો નિયમ છે. શા માટે ? તો કહે છે - નાટકમાં રસને જો પ્રધાનપણે નિરૂપવો હોય તો એ રસની પ્રતીતિમાં બાધારૂપ બનતી અને એ રસની વિરોધી બનતી બધી બાબતોને સંપૂર્ણપણે ટાળવી જોઈએ. લાંબા સમાસો રસને બાધારૂપ બને છે જ. સમાસોના અનેકવિધ પ્રયોગો રસપ્રતીતિને વ્યવધાનરૂપ (બાધારૂપ) થવાનો સંભવ હોવાથી, સમાસના ઉપયોગ માટેનો આત્યંતિક ઉત્સાહ યોગ્ય નથી -ખાસ કરીને અભિનેયાર્થ કાવ્યમાં, અર્થાત્ નાટકમાં; એમાંય કરુણરસ અને વિપ્રલંભશૃંગારરસનાં નાટકોમાં (સમાસનો મોહપાલવે નહીં); કારણ કે, આ રસો અત્યંત સુકુમાર છે અને તેથી, જરા પણ અસ્વચ્છતા (અસ્પષ્ટતા) આવવાથી શબ્દ અને અર્થ, રસની પ્રતીતિ કરાવવામાં મંદ પડી જાય છે. હવે જો રૌદ્ર વગેરે બીજા રસોનું નિરૂપણ કરવાનું હોય તો મધ્યમ સમાસ યોજવામાં વાંધો નથી; અથવા જ્યાં ધીરોદ્ધત નાયક હોય ત્યાં લાંબા સમાસ પણ ચાલી શકે છે - સમાસના અંતર્ભાવ સાથે રસના અવિનાભાવી સંબંધને કારણે; અને વર્ણનીયવિષય માટે તે રસ ઉચિત હોય ત્યારે સમાસનો ઉપયોગ ગુણરહિત ગણાતો નથી. એટલે ત્યાં સમાસનો છેક જ પરિત્યાગ ન કરવો. વળી, પ્રસાદ ગુણ બધા જ રસો અને સંદર્ભોને વ્યાપી રહેલો હોય છે. પ્રસાદગુણ બધા જ રસોમાં સર્વસાધારણ રીતે રહેલો છે એમ (ઉપર) કહેલું છે જ. અને પ્રસાદગુણ ન હોય તો, સમાસ-રહિતતા, પણ કરુણરસ અને વિપ્રલંભશૃંગારરસની બંજક બની શકતી નથી. પણ જયારે પ્રસાદગુણનો ત્યાગ થયો હોતો નથી ત્યારે મધ્યમસમાસ પણ રસભંજક બની શકે છે. માટે, હમેશાં, પ્રસાદગુણને જ પથદર્શક માનવો - અર્થાત્ હમેશાં પ્રસાદગુણ પ્રયોજવો. આ કારણથી જ, “વેણીસંહાર' નાટકના પ્રખ્યાત શ્લોક (૩.૩૨; ઉદા. ૪૫૫) યો ય વિMર્તિ માં માત્ર પ્રસાદગુણ જ છે; નથી માધુર્યગુણ કે નથી ઓજોગુણ; કેમ કે એમાં સમાસનો જ અભાવ છે. આમ છતાં, આ શ્લોકમાં ચારુત્વ (સુંદરતા) છે; કારણ કે એમાં અભિપ્રેત રસ સરસ રીતે પ્રકાશિત થાય છે. ૪૯૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy