SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. કોઈકવાર વક્તા તેમ જ વાચ્ય(વર્ણન-વિષય)ને લક્ષમાં ન લેતાં “પ્રબન્ધ' અથવા સાહિત્ય પ્રકારના ઔચિત્યને લીધે જુદા પ્રકારની વર્ણયોજના કે સંપટના વાજબી ગણવામાં આવે છે; દાખલા તરીકે (ગદ્યકાવ્યના એક પ્રકારરૂપ) “આખ્યાયિકામાં શૃંગારરસનાનિરૂપણમાં પણ કોમલ (મસુણ) વર્ણો વગેરે પ્રયોજાતા નથી; (ગદ્યકાવ્યના અન્ય પ્રકારરૂપ) “કથામાં, રૌદ્રરસના વર્ણનમાં પણ અત્યંત ઉદ્ધત (કઠોર) રચના વપરાતી નથી; અને નાટક વગેરે સાહિત્યપ્રકારોમાં, રૌદ્રરસમાં પણ લાંબા સમાસો વગેરે વપરાતા નથી અને આ પ્રમાણે બીજાં ઔચિત્યો પણ લક્ષમાં રાખીને વિવેચન કરવુ જોઈએ. વિવેક'માં ઔચિત્ય અંગે રજૂ થયેલું પૂરક વિવરણ (પૃ. ૨૯૨-૩) ૧. નવમા સૂત્ર(૪.૯)ની વૃત્તિમાં (ભીમસેન જેવા)વક્તાના ઔચિત્યથી વર્ણયોજના કે રચનાશૈલીમાં જે છૂટછાટ અપાય છે તેના વેણીસંહારમાંથી લીધેલા ઉદાહરણ શ્લોક (૪૩૧) અંગે ગ્રંથકારે જે ટિપ્પણ કર્યું છે તેના અનુસંધાનમાં 'વિવેક'માં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે, જો અહીં વાગ્ય (વર્ણનીય વિષય) ક્રોધ વગેરેનો વ્યંજક હોત તો તો ઉદ્ધત રચનાશૈલી યોગ્ય ગણાત. વળી, સાહિત્ય-પ્રકાર તરીકે આ પ્રબંધ (વેણીસંહાર) નાટકતર સાહિત્યપ્રકાર નથી; જેથી રચના વગેરેમાં કવિ મરજી મુજબ વર્તી શકે. વસ્તુતઃ આ પ્રબંધ (‘વેણીસંહાર') તો નાટક જ છે. તેથી એની અંદર રૌદ્રરસમાં પણ ઉદ્ધત રચના વગેરે યોગ્ય ઠરતી નથી. માટે જ, (ભીમસેન જેવા) વક્તાના ઔચિત્યને કારણે જ અહીં રચના વગેરેના નિયમોમાં છૂટ અપાઈ છે અને ઉદ્ધત રચના થઈ છે. ૨. પ્રબન્ધના ઔચિત્યને લીધે કેટલીકવાર રચના, નિયમથી જુદી થાય છે એ મુદાની સમજૂતી આપતાં, ગ્રંથકારે નવમા સૂત્ર(૪.૯)ની વૃત્તિમાં કહ્યું છે કે, “આખ્યાયિકા' જેવા ગદ્યકાવ્યસ્વરૂપમાં, શૃંગારરસમાં પણ મસૃણ (કમળ) વર્ણો વગેરે યોજાતા નથી. આના અનુસંધાનમાં ગ્રંથકાર ‘વિવેકમાં સ્પષ્ટતા કરે છે કે, “આખ્યાયિકા' અને “કથા” બન્ને “ગદ્યકાવ્યના પ્રકારો છે અને ગદ્યકાવ્યમાં વિકટ બંધનો આશ્રય લેવાથી તો છાયાવત્વ(નિસ્તેજપણું) આવે છે. વસ્તુતઃ ઓજસ્વી શૈલી ગદ્યના પ્રાણરૂપ છે. એટલે જ “આખ્યાયિકામાં શૃંગારરસમાં પણ ઓજસ્વી રચના અપેક્ષિત છે - કોમળ પદાવલી નહીં. વામને વિકટબંધત્વને ઉદારગુણ માન્યો છે (૩.૧.૨૩) જેમાં પદો નાચતાં અનુભવાય છે. ૪૯૭ ૩૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy