________________
ઔચિત્યને કારણે નિયત વર્ણયોજનામાં અપાતી છૂટછાટ
ચોથા અધ્યાયના છેલ્લા સૂત્ર(૪.૯)માં શ્રીહેમચન્દ્રાચાર્ય, મમ્મટની જેમ જ (કા. પ્ર. ૮.૭૭), વક્તા, વાચ્ય અને પ્રબંધના ઔચિત્યને કારણે, ક્યાંક ક્યાંક, વર્ણો, રચના અને વૃત્તિની જુદી યોજનાને પણ મંજૂરી આપે છે : वक्तृवाच्यप्रबन्धौचित्याद् वर्णादीनामन्यथात्वमपि ॥ (४.९) અર્થાત્ ‘વકતા, વાચ્ય ને પ્રબંધના ઔચિત્યને લીધે વર્ણો વગેરે જુદી રીતે પણ યોજાય છે.’
આનો અર્થ એ છે કે, સામાન્ય રીતે તો જે રસનું નિરૂપણ કરવાનું હોય તેના ગુણની વ્યંજક સંઘટના જ વપરાય છે; પણ કેટલીકવાર ૧. વક્તા, ૨. વર્ણનીય વિષય અને ૩. પ્રબન્ધ અર્થાત્ કાવ્યનો પ્રકાર (જેમ કે, મહાકાવ્ય, નાટક, કથા, આખ્યાયિકા ઇત્યાદિ) વગેરેનું ઔચિત્ય ધ્યાનમાં લઈને, તે પ્રમાણે, વર્ણો, સમાસ, રચના વગેરેની યોજનામાં પણ ફેરફાર થાય છે, જે માન્ય ગણાય છે.
૧.
૨.
:
‘વેણીસંહા૨’(૧.૨૨)નો મન્ધાયસ્તાર્જાવામ્બ:૦ એ શ્લોક- જેમાં ભીમસેન દુન્દુભિના ગર્જનાસભર અવાજનું તાદેશ વર્ણન કરે છે - તેમાં રૌદ્રરસ નથી અને તેથી ઓજોગુણ નથી; છતાં વક્તા ભીમસેન હોવાથી શ્લોકની વર્ણયોજના કે શબ્દશૈલી ‘ઉદ્ધત” (કઠોર) છે ને ઔચિત્યસભર છે. આ શ્લોક મમ્મટે પણ આ જ સંદર્ભમાં ટાંક્યો છે અને શ્રીહેમચન્દ્રાચાર્યનું ટિપ્પણ પણ મમ્મટના ટિપ્પણ જેવું જ છે ઃ ‘‘આ શ્લોકમાં ‘વાચ્ય’ એટલે કે વર્ણનીય વિષય ક્રોધાદિ વ્યંજક નથી; અને આ કાવ્ય પણ ‘અભિનેયાર્થ એટલે કે ‘નાટક’ છે; છતાં પણ ભીમસેન (શ્લોકના) વક્તા હોવાથી વક્તાનું ઔચિત્ય જોતાં, અહીં વિષય તથા કાવ્યસ્વરૂપ(નાટક)ને પ્રતિકૂળ ઉદ્ભુત રચના કરી છે. આમ અહીં વર્ણનીય વિષય તથા પ્રબંધનો પ્રકાર (નાટક) એ બેને લક્ષમાં લીધા વિના માત્ર વક્તા(ભીમ)ના ઔચિત્યથી જ રચનાશૈલી યોજાઈ છે તે શાસ્ત્રમાન્ય છે.
કોઈવાર વક્તા અને પ્રબન્ધ(પ્રકાર)ને લક્ષમાં ન લેતાં, માત્ર વાચ્ય(વર્ણનીય વિષય)ના ઔચિત્યને આધારે રચના-યોજના થાય છે; જેમ કે ‘છલિતરામાયણ’નો પ્રૌવ્હેવાનુરુપો॰ એ શ્લોકમાં વક્તા વૈતાલિક છે, પ્રબંધનો પ્રકાર ‘નાટક' છે; એટલે અહીં દીર્ઘ સમાસ અને ઉદ્ધત રચના બરાબર નથી; તેમ છતાં વિષયના ઔચિત્યને લીધે એવી રચના થઈ છે તે નિર્વાહ્ય છે.
૪૯૬