________________
ગુણસિદ્ધાંત સાથે વૃત્તિઓ અને રીતિઓનો સંબંધ
પ્રસાદગુણની સોદાહરણ સમજૂતી આપ્યા પછી, શ્રી હેમચન્દ્રાચાર્ય માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એ ત્રણ ગુણોનાં, ત્રણ જુદાં જુદાં સૂત્રો(૪, ૬, ૮)માં નિરૂપેલા વ્યંજક વર્ણો, સમાસ અને રચનાનું સાહિત્યશાસ્ત્રીય સ્વરૂપ સમજાવે છે. આ સંદર્ભમાં તેઓ પ્રથમ પોતાનું મંતવ્ય રજૂ કરે છે (પૃ. ૨૯૨) અને પછી એના સમર્થનમાં મમ્મટના કાવ્યપ્રકાશ'માંથી બે કારિકાઓ અહીં રજૂ કરે છે. આમ, શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એ ત્રણ ગુણોના વ્યંજક વર્ણો જ અનુક્રમે ૧. ઉપનાગરિકાવૃત્તિ, ૨. પરુષાવૃત્તિ અને ૩. કોમલાવૃત્તિ એવી ત્રણ વૃત્તિઓ છે. જો કે બીજા આચાર્યો તેમને ૧.વૈદર્ભ, ૨. ગૌડિયા અને ૩. પાંચાલી એવી ત્રણ રીતિઓ માને છે. આ સંદર્ભમાં (“કાવ્યપ્રકાશ'કાર મમ્મટે) કહ્યું છે કે - ૧. માધુર્યવંજક વર્ષો હોય તો ઉપનાગરિકવૃત્તિ કહેવાય છે; ૨. ઓજોગુણના વ્યંજક વર્ષો હોય તો પરુષાવૃત્તિ કહેવાય છે; અને ૩. એ સિવાયના વર્ણો હોય તો કોમલાવૃત્તિ કહેવાય છે (આને જ કેટલાક “ગ્રામ્યા” વૃત્તિ કહે છે). બપસાર ધનસામુ એ શ્લોક આ કોમલા કે ગ્રામ્ય વૃત્તિનું ઉદાહરણ છે (કાવ્યપ્રકાશ, ઉલ્લાસ નવ, કારિકાઓ ૮૦-૮૧). મમ્મટે એ પણ કહ્યું છે કે વામન વગેરે રીતિવાદીઓ ઉપરોક્ત ઉપનાગરિકા આદિ ત્રણ વૃત્તિઓને અનુક્રમે વૈદભ, ગોડી અને પાંચાલી નામની ત્રણ રીતિઓ કહે છે (કા. પ્ર. ૯.૮૧).
ગુણવ્યંજક વર્ષો, સમાસ તથા રચના સાથે ઉપનાગરિકા વગેરે ત્રણ વૃત્તિઓનો તથા વામનસંમત વૈદર્ભ વગેરે ત્રણ રીતિઓના આ સંબંધ વિશે અગાઉ “વિવેક(પૃ. ૨૯૦)માં વળઃ એ શબ્દ લઈને સ્પષ્ટતા કરી છે તેની આપણે માધુર્યભંજક ન હોય એવા, શંગારપ્રતિકૂલ વર્સોવાળા, ગોન્ડયા એ શ્લોક(ઉદા. ૪૨૬)ના સંદર્ભમાં સમીક્ષા કરી છે. એ સમીક્ષાનો સંબંધ અહીં ચાલતી વૃત્તિ અને રીતિની ચર્ચા સાથે છે એ સ્પષ્ટ છે. સંપક્ષમાં કહીએ તો, ત્રણ ગુણોના વ્યંજકવર્ણો, સમાસ અને રચનાનું રસલક્ષી નિરૂપણ કરવામાં આવે એટલે બીજા ગ્રંથકારોની ઉપનાગરિકા આદિ ત્રણ વૃત્તિઓનું તથા વામન આદિની ત્રણ રીતિઓનું પણ આપોઆપ નિરૂપણ થઈ જાય છે; કારણ કે રસધ્વનિમાં માનનાર હેમચંદ્રાચાર્ય જેવા આચાર્યોના મતે ઉપનાગરિકા આદિ ત્રણ વૃત્તિઓ તથા વામનની વૈદર્ભ વગેરે ત્રણ રીતિઓ, રસના ધર્મ એવા માધુર્યાદિ ત્રણ ગુણોના વ્યંજકવર્ણો, સમાસ અને રચનાથી જરા પણ ભિન્ન નથી.
૪૯૪