________________
વૃત્તિમાં જણાવ્યું છે કે, સૂત્રમાં વિકાસ શબ્દ છે અને ‘વિકાસ’ એટલે સૂકા લાકડામાં જેમ અગ્નિ ઝડપથી વ્યાપી વળે છે અને સ્વચ્છ વસ્ત્રમાં પાણી વ્યાપી વળે છે તેમ ઝડપથી ચિત્તને વ્યાપી વળવું તે. આનો અર્થ એ કે પ્રસાદ-ગુણને લીધે, કાવ્યનો રસ સત્વર ભાવકના ચિત્તમાં વ્યાપી વળે છે. અભિનવગુપ્ત આ જ વાત કરી છે(લોચન, પૃ. ૨૧૨-૧૩). સૂત્રમાં સર્વત્ર કહ્યું છે તેનો અર્થ છે – બધા જ રસોમાં. અર્થાત્ પ્રસાદગુણ બધા જ રસોમાં અને બધી જ સંઘટનાઓમાં રહેલો હોય છે. મમ્મટે પ્રસાદની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “જે શબ્દ સાંભળતાવેંત જ અર્થનો બોધ થાય છે તે બધા રસો અને સંઘટનાઓમાં રહેતો પ્રસાદગુણ કહેવાય છે.” આનંદવર્ધને પ્રસાદગુણ માટે કહ્યું છે કે, બધા જ રસોને સહૃદયના ચિત્તમાં વ્યાપ્ત કરી દેવાનો કાવ્યનો જે ગુણ છે તે જ પ્રસાદગુણ છે અને તે બધી જ રચનાઓમાં સર્વસાધારણરૂપે પ્રવૃત્ત હોય છે (ધ્વ. આ. ૨.૧૦). આનંદવર્ધને આગળ વૃત્તિમાં સમજાવ્યું છે તેમ પ્રસાદ એટલે શબ્દની તેમ જ અર્થની સ્વચ્છતા અને એ બધા જ ગુણોનો સાધારણ ગુણ છે – અર્થાત્ બધા રસોમાં તથા બધી રચનાઓમાં પ્રસાદગુણ હોવો જ જોઈએ અને પ્રસાદનો સંબંધ પ્રધાનપણે વ્યંગ્યાર્થ સાથે જ હોય છે. પ્રસાદગુણના વ્યંજકો
આઠમા સૂત્ર(૪.૮)માં ગ્રંથકાર પ્રસાદગુણના ભંજકોની વાત કરે છે -
* ફુદ કૃતિમા–બર્થપ્રત્યાય વર્ણવૃત્તિy: A (૪.૮)
અર્થાત્ “અહીં (પ્રસાદગુણમાં) સાંભળતાંવેંત જ અર્થનો બોધ કરાવી દે તેવા વર્ગો, સમાસો કે રચનાઓ હોય છે.” વૃત્તિમાં કહ્યું છે કે, સાંભળવાથી જ પ્રતીતિજનક હોય તેવા વર્ણ, સમાસ અને રચના પ્રસાદગુણમાં હોય છે. વર્ણ, સમાસ અને રચના પ્રસાદના વ્યંજકો છે જેમ કે, રાતા યદિ એ શ્લોક (ઉદા. ૪૩૦) પ્રસાદગુણનું સુંદર દૃષ્ટાંત છેઃ “ઉદારદિલ દાનવીરો હોય તો કલ્પવૃક્ષની શી જરૂર ? ભિખારીઓ હોય તો ઘાસની શી જરૂર ? સંતો હોય તો અમૃતની શી જરૂર? ખલ હોય તો ઝેરની શી જરૂર? આંખને પ્રિયાનું દર્શન મળે તો અંજન માટે કપૂરસળીની શી જરૂર? “સંસાર” છે પછી ઇન્દ્રજાલ(જાદુ; માયાજાળ)ની શી જરૂર ?” * આ સૂત્ર(૪.૮)ના શબ્દો આપણને મમ્મટના “કૃતિમાત્ર શાસ્તુ નાર્થપ્રત્યયો ભવે... સ પ્રસાળ: i' એ શબ્દોની યાદ અપાવે છે.
૪૯૩