SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર, સાહિત્યશાસ્ત્રીય દૃષ્ટિએ મહત્ત્વની એક-બે બાબતો અંગે નોંધવાયોગ્ય મંતવ્યો પ્રગટ કરે છે. પ્રથમ તો ગ્રંથકાર એ વાત સ્પષ્ટ કરે છે કે ઉપરોક્ત ટિપ્પણમાં “આ શ્લોકના વર્ગો (વડ) શૃંગારને પ્રતિકૂળ છે એમ કહ્યું છે ત્યાં વર્ણો સમાસ તેમ જ રચનાનો નિર્દેશ પણ કરે છે. એટલે કે, વણો, સમાસ અને રચના એ ત્રણેય ગુણોનાં વ્યંજક હોય છે. આ વાત મમ્મટે પણ પ્રો : શ TIશ રે | વ: સાક્ષો ના તેષાં વ્યંગwતાપિતા: / (કા. પ્ર. ૮.૭૩) અર્થાત્ “જે (રસના ત્રણ ગુણો છે તે ઉપચારથી શબ્દના, વર્ણના અને રચનાના પણ ગુણો છે તે) શબ્દગુણો કહ્યા છે તેના વ્યંજક વર્ણો, સમાસ તથા રચના છે” એ પ્રમાણે કહી છે. હવે, ગ્રંથકાર બીજી મહત્ત્વની વાત એ કરે છે કે, “માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એ ત્રણ ગુણોના ભંજક વર્ણો, સમાસ અને રચનાનું નિરૂપણ કરવામાં આવે એટલે (કાવ્યશાસ્ત્રમાં પ્રચલિત) જુદી જુદી વૃત્તિઓ અને રીતિઓનું નિરૂપણ પણ આપોઆપ થઈ જ જાય છે.” કારણ કે, એ વૃત્તિઓ અને રીતિઓનું સ્વરૂપ, માધુર્યાદિ ત્રણ ગુણોના વ્યંજક વર્ણો, સમાસ અને રચનાથી જરા પણ જુદું નથી.” આ મુદ્દાની વધુ ચર્ચા સૂત્ર ૮(૪.૮)ની વૃત્તિમાં થશે. ઓજોગુણ સૂત્ર પાંચ(૪.૫)માં ગ્રંથકાર ઓજોગુણનું સ્વરૂપ વર્ણવે છે - તીતિદેતુરોનો વીવીત્યરૌદ્રપુ મેળધમ્ II (૪.૫). અર્થાત્ “(સહૃદયના ચિત્તની) દીપ્તિ કે વિકાસના કારણરૂપ ઓજોગુણ, વીરરસમાં, તેનાથી પણ વધારે બીભત્સ રસમાં અને સૌથી વધુ રૌદ્રરસમાં અનુભવાય છે.” | ‘વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે કે, દીપ્તિ' એટલે “ઉજ્જવલતા' . (સળગવું તે), ‘ચિત્તને વિસ્તાર'. “ક્રમથી” એટલે વીર કરતાં બીભત્સમાં; તેના કરતાય રૌદ્રમાં; અને તેમના અંગરૂપ અદ્ભુતમાં જોગુણ ઉત્તરોત્તર વધારે અનુભવાય છે. મમ્મટે બે સૂત્રોમાં (કા. પ્ર. ૮,૬૯/૭૦, સૂ. ૯૧-૯૨) ઓજોગુણની આવી જવ્યાખ્યા આપી છેઃ “દીપ્તિ કે આત્મ-વિસ્તારના કારણરૂપ ઓજોગુણ વીરરસમાં રહે છે. બીભત્સ અને રૌદ્રરરસમાં એ ઉત્તરોત્તર વધારે પ્રમાણમાં હોય છે.” ૪૯૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy