________________
મમ્મટે (અને હેમચન્દ્રાચાર્ય) માધુર્યને વ્રુતિારમ્ (કે વ્રુતિહેતુ:) એમ કહ્યું છે તે વિશ્વનાથને બરાબર નથી લાગતું. વિશ્વનાથ (સા. દ. ૮.૨ની વૃત્તિમાં) કહે છે કે, ‘‘હૃદયની વ્રુતિ અથવા દ્રવીભાવ એ આસ્વાદાત્મક આહ્વાદથી કોઈ જુદી વસ્તુ નથી; એટલે, દ્રુતિને (હૃદય-આહ્વાદરૂપ) માધુર્યનું કાર્ય કેવી રીતે કહેવાય ? બીજા શબ્દોમાં, માધુર્યને ક્રુતિનું કારણ (હેતુ) ન કહી શકાય. હૃદયની વ્રુતિ અર્થાત્ દ્રવીભાવ એટલે હૃદયનું પીગળી જવું તે. આ ત્યારે જ થાય છે જ્યારે સહૃદયનું હૃદય ઉત્સાહાદિજન્ય અનાવેશ અર્થાત્ વિષયગ્રહણમાં અસામર્થ્યનું સ્વભાવસહજ . કાહિત્ય, અનુતાપ-અમર્ષ આદિથી સંભવેલું દીપ્તત્વ અથવા હાસ્ય-વિસ્મય આદિથી ઉત્પન્ન થતા વિક્ષેપ વગેરેથી બિલકુલ મુક્ત થઈને રતિ વગેરે કોમળ ભાવોના સ્વરૂપથી અનુવિદ્ધ આનંદના અનુભવમાં લીન થઈ જાય છે. આમ વિશ્વનાથના મતે માધુર્ય દ્રુતિરૂપ છે; જ્યારે મમ્મટના મતે માધુર્ય ક્રુતિકારક છે.
બીજા સૂત્ર(૪.૨)માં માધુર્યની વ્યાખ્યા આપ્યા પછી હવે ત્રીજા સૂત્ર(૪.૩)માં શ્રીહેમચન્દ્રાચાર્ય કહે છે કે શાન્તરવિવ્રતધ્યેષુ સાતિશયમ્ ॥ (૪.૩). અર્થાત્ ‘શાન્તરસ, કરુણરસ અને વિપ્રલંભ(શૃંગાર)રસમાં એ (માધુર્ય) ઉત્તરોત્તર વધારે પ્રમાણમાં હોય છે.’
વૃત્તિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે મેં, “આ રસો અત્યંત દ્રવીભાવ પેદા કરે છે એટલે એમાં માધુર્ય ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રમાણમાં અનુભવાય છે. અર્થાત્ સંભોગશૃંગાર કરતાં શાન્તમાં અને શાન્ત કરતાં કરુણમાં અને કરુણ કરતાં વિપ્રલંભ શૃંગારમાં માધુર્ય વધારે પ્રમાણમાં હોય છે.” મમ્મટે કરુણ, વિપ્રલંભ અને શાન્તમાં માધુર્ય ઉત્તરોત્તર વધે છે એમ કહ્યું છે (કા. પ્ર. ૮.૬૯). આનંદવર્ધને પણ વિપ્રલંભ, કરુણ વગે૨ે રસોમાં માધુર્ય પ્રકર્ષે પહોંચે છે એમ કહ્યું છે (જુઓ ઉપર નોંધેલી ધ્વ. આ. ઉ. ૨ ની કારિકા-૮) અને ઉમેર્યું છે કે એમાં ભાવકનું ચિત્ત અધિક દ્રવે છે.
‘માધુર્ય’ ગુણના વ્યંજકો
હવે, ચોથા સૂત્ર(૪.૪)માં ગ્રંથકાર માધુર્યગુણના વ્યંજક વર્ણો, સમાસો અને રચનાઓનો ખ્યાલ આપે છે.
तत्र निजान्त्याक्रान्ता अटवर्गा वर्गा ह्रस्वान्तरितौ रणावसमासो मृदुरचना ૬ ॥ ૪.૪ અર્થાત્ ‘(અગ્રભાગમાં) પોતાના વર્ગના અન્ય વર્ણ સાથે જોડાયેલા ટ-વર્ગના (ટ, ઠ, ડ, ઢ) વર્ણો સિવાયના, ક થી મ સુધીના બધા વર્ણો માધુર્યના
૪૮૯