________________
સંભોગશૃંગાર અને વિપ્રલંભશૃંગાર એવાં બે રૂપ છે; છતાં પણ ‘ગોબલીવ (ગાયબળદ) એ ન્યાયે, વિપ્રલંભશૃંગારનો પાછળથી, અલગ, ઉલ્લેખ થતો હોવાથી, અહીં શૃંગાર” એ શબ્દ “સંભોગશૃંગારના સંકુચિત અર્થમાં પ્રયોજાયો છે.
માધુર્ય અંગેની વૃત્તિમાં ગ્રંથકારે હાસ્ય વગેરે રસોને શૃંગારનાં અંગો ( નિ) કહ્યા છે તે “અંગાનિ શબ્દ લઈને “વિવેક'માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, “જો કે હાસ્ય અને અદ્ભુત રસમાં (હૃદયના) વિકાસના કારણ તરીકે ઓજોગુણ પણ અહીં હોય છે જ; છતાં, હાસ્ય અને અદ્ભુત એ બે શૃંગારના અંગી(ગૌણ) રસો તરીકે હોવાથી, એ બે રસો(હાસ્ય-અદ્ભુત)માં પણ તીવ્ર માધુર્યનો જ અનુભવ થાય છે.
મમ્મટે(કા. પ્ર. ૮.૬૮) “કૃતિના કારણરૂપ જે આનંદ તે માધુર્ય એમ કહી ઉમેર્યું છે કે આ માધુર્યગુણ “શૃંગાર” રસમાં હોય છે. પછી વૃત્તિમાં દ્રુતિ એટલે ગલિતત્વમ્ ઇવ' (ગળી જવા જેવો દ્રવીભાવ) એવી સ્પષ્ટતા કરી છે; જ્યારે શ્રી હેમચન્દ્રાચાર્યે દ્રુતિ એટલે ચિત્તની આર્દ્રતા કે દ્રવીભાવ (ગળી જવું તે) એવી સ્પષ્ટતા કરી છે. પણ મમ્મટે “આનંદસ્વરૂપ' (આહાદત્વમ) એ અર્થપૂર્ણ પદ વાપર્યું છે જે આપણા ગ્રંથમાં નથી. બાકી તો મમ્મટની તથા શ્રી હેમચન્દ્રાચાર્યની માધુર્ય-ગુણની વ્યાખ્યાઓ એકસરખી છે. શ્રી હેમચન્દ્રાચાર્ય જે “આદ્રતા' શબ્દ વાપર્યો છે તે આનંદવર્ધને પ્રયોજ્યો છે અને અભિનવગુપ્ત તેની સમજૂતી આપી છે :
शृंगारे विप्रलम्भाख्ये करुणे च प्रकर्षवत् ।। માધુર્યપાતાં યતિ થતdધ મનઃ | (ધ્વ. આ. ૨.૮)
આ કારિકામાં આવતા “આદ્રતા' (પ્રાપ્ત કરે છે) શબ્દની સમજૂતી આપતાં અભિનવગુપ્ત લોચન(પૃ. ૨૦૦-૮)માં કહ્યું છે કે, સહૃદયનું ચિત્ત, સ્વાભાવિક કાઠિન્ય, ક્રોધાદિજન્ય દીપ્તતા અને વિસ્મય, હાસ ઇત્યાદિ રાત્વિ છોડે છે અને કોમળ બને છે. વિશ્વનાથે આ જ શબ્દોમાં માધુર્યગત દ્રવીભાવનું વિવરણ કર્યું છે (સા.દ. ૮.૨ની વૃત્તિ). ૨૯ વિશ્વનાથનો મત
વિશ્વનાથે વિવીમાવો હતો માધુર્યમુચ્યતે !' એ શબ્દોમાં માધુર્યની વ્યાખ્યા કરી છે. તેમના મતે “માધુર્ય એક એવો આહ્વાદ કે આનંદ છે જેનું સ્વરૂપ સહૃદયની દ્રુતિ કે દ્રવીભાવ છે, (સા. દ. ૮.૨)
४८८