________________
·
ગુણો છે - શબ્દાર્થના તો કેવળ લક્ષણાથી જ ગુણો કહેવાય છે એવું મહત્ત્વનું નિરીક્ષણ રજૂ કર્યું છે.૧૨૮
હવે સૂત્ર ૨ થી ૮ (૪.૨ થી ૪.૮) એમ સાત સૂત્રોમાં ગ્રંથકાર પ્રથમ સૂત્ર(૪.૧)માં સ્વીકારેલા ત્રણ કાવ્યગુણો - માધુર્ય, ઓજસ્ અને પ્રસાદનું સંપૂર્ણ સ્વરૂપ વર્ણવે છે. આ સ્વરૂપવર્ણનમાં, ૧. પ્રથમ દરેક ગુણની વ્યાખ્યા આપી છે; ૨. પછી એ ગુણનો રસ સાથે સંબંધ દર્શાવ્યો છે; અને ૩. છેલ્લે એ ગુણની વિશિષ્ટ, આવશ્યક બાબતો દર્શાવી, ઉદાહરણો અને પ્રત્યુદાહરણો પ્રસ્તુત કરવાનો ગ્રંથકારે ઉપક્રમ રાખ્યો છે. અહીં સાત સૂત્રો, વૃત્તિ, વ્યાખ્યા તથા ગુજરાતી વિવરણ સાથે, નીચે પ્રમાણે, રજૂ કરીએ છીએ ઃ
‘માધુર્ય’ ગુણ
સૂત્ર ૪.૨ વ્રુતિòતુમાંર્ય શૃંગારે ॥
અર્થાત્ “માધુર્યગુણ (ભાવકના) ચિત્તની વ્રુતિનું કારણ છે. શૃંગા૨૨સનાં (સંભોગશૃંગારનાં) કાવ્યોમાં માધુર્યગુણ પ્રધાનપણે અનુભવાય છે.’’
ઉપરોક્ત સૂત્રની વૃત્તિમાં, વિવરણ કરતાં, ગ્રંથકાર નોંધે છે કે ‘‘દ્રુતિ એટલે ચિત્તની આર્દ્રતા કે ઓગળી જવું તે. એ શૃંગારરસમાં એટલે કે સંભોગ-શૃંગારમાં પ્રમુખપણે હોય છે. વળી, સંભોગશૃંગારને મદદરૂપ (અંગરૂપ) થતા હાસ્ય, અદ્ભુત વગેરે રસોમાં પણ માધુર્યગુણ અનુભવાય છે.’’
સૂત્ર (૪.૨)માં માધુર્યગુણને વ્રુતિòતુઃ (ક્રુતિનો કારણભૂત) કહ્યો છે તે અંગે ‘વિવેક’માં પૂરક ચર્ચા કરતાં, ગ્રંથકાર કહે છે કે, “માધુર્યનું વ્યાવર્તક લક્ષણ ‘ક્રુતિહેતુત્વ’ છે; નહિ કે, ભામહે ‘માધુર્ય’ની વ્યાખ્યા કરતાં કહ્યું છે તેમ ‘દ્રવ્યત્વ’ એ માધુર્યનું લક્ષણ છે (કાવ્યાલંકાર ૨.૩); કારણ કે ‘શ્રવ્યત્વ’ તો ઓજસ્ અને
પ્રસાદમાં પણ હોય છે.’’
આમ,‘શ્રવ્યું નાતિસમસ્તાર્થશનું મધુરમિષ્યતે ।' અર્થાત્ ‘જે કાવ્ય શ્રવ્ય હોય અને જેમાં વધારે સમાસો ન હોય તે કાવ્ય ‘મધુર' કહેવાય છે,' એ ભામહની ‘માધુર્ય’ની વ્યાખ્યામાં, માધુર્યના લક્ષણ તરીકે જે ‘શ્રવ્યત્વ’નો નિર્દેશ કર્યો છે તે બરાબર નથી-અમાન્ય છે.૧૫૮ આનંદવર્ધન (. આ ૨.૭ની વૃત્તિ) તથા મમ્મટ(કા. પ્ર. ૮.૬ની વૃત્તિ)પણ ભામહના ‘શ્રવ્યત્વ’ને મધુરનું લક્ષણ માનતા નથી.
સૂત્ર(૪.૨)ની વૃત્તિમાં શૃંગાર અર્થાત્ સંભોગ એવી જે સમજૂતી આપી છે તેના સંદર્ભમાં ‘વિવેક'માં ગ્રંથકારે સ્પષ્ટતા કરી છે કે, ‘જો કે, શૃંગારનાં
૪૮૭