________________
આમ, “વિવેક'માં દસ ગુણોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. રાજશેખરને મળતી આવતી પદ્ધતિથી આ નિરાકરણ થયું છે. ક્યારેક દંડીને વામનના મતનું ખંડન કરતા દર્શાવ્યા છે. આમાં કાલવ્યુત્ક્રમનો દોષ છે. પણ સમગ્ર વિવેચન, પૂર્વપક્ષો અને ઉત્તરપક્ષોની કલ્પના કરીને પ્રસ્તુત થયું છે. આપણે જાણીએ છીએ કે અહીં રજૂ થયેલા પ્રાચીન ગ્રંથકારોમાંથી કોઈએ, નિશ્ચિત રીતે, બીજા કોઈ ગ્રંથકારના મતનું ખંડન કર્યું નથી. ભારતના ઓજોગુણ વિશેના મતનું ખંડન કરતો મંગલનો મત, પ્રથમ રજૂ થયો છે; પણ ઓજોગુણ વિશેની મંગલની વિભાવના રજૂ થઈ નથી, અને તે પછી, ભરતમુનિના ઓજોગુણની દંડી આલોચના કરે છે એવી રજૂઆત છે. તે પછી મંગલ અને વામન, દંડીની ઓજોગુણની વિભાવનાને રદિયો આપે છે એમ દર્શાવ્યું છે. આ પરથી એમ માની શકાય કે વામનની માફક જ, મંગલ પણ “ગાઢત્વને જ ઓજ(ગુણ) માનતા હતા. જો કે, મંગલનો હવે પછી બિલકુલ ઉલ્લેખ આવતો નથી. દસ ગુણોના નિરાકરણની બાકીની ચર્ચામાં ફક્ત ભરત, દંડી અને વામનનાં જ નામો આવે છે. આ ગ્રંથકારો એકબીજાના મતોની આલોચના કરે છે - તેમાં શ્રી હેમચન્દ્રાચાર્યે કરેલી જુદા જુદા મતોની આલોચના ઉમેરાય છે. સામાન્ય રીતે, મમ્મટે અગાઉના દસ ગુણો વિશે જે આલોચના પદ્ધતિ અપનાવી છે તેનું અહીં અનુસરણ છે. કેટલાક ગુણો એ ગુણો જ નથી, માત્ર સર્વસાધારણ વૈચિત્ર્ય કે વૈદધ્ય જ છે; બીજા ગુણો, અલંકારો ઇત્યાદિ છે; અને બીજા કેટલાક ગુણો દોષના અભાવરૂપ છે એમ કહી તેમને રદિયો અપાયો છે.
શ્રીહેમચન્દ્રાચાર્યની ‘વિવેક વ્યાખ્યાના આ વિભાગ(પૃ. ૨૭૪થી ૨૮૮)નું મૂલ્ય એ કારણથી ખાસ વધી જાય છે કે એમાં ગુણો વિશેના તદન નવા (અજાણ્યા) મતોનો નિર્દેશ છે જે બીજે ક્યાંય જોવા મળતો નથી. આ કારણથી જ વિવેક'ના આ વિભાગની અહીં પહેલી જ વાર છણાવટ અને સમીક્ષા રજૂ કરવામાં આવી છે એ નોંધવું અપ્રસ્તુત નથી.
અગાઉ પૃ. ૯૮થી ૧૦૯માં આપણે શ્રી હેમચન્દ્રાચાર્યની ગુણ, દોષ અને અલંકાર વિશેની વિભાવનાનો ખ્યાલ મેળવ્યો છે અને ત્યાં જ, વામનની ગુણવિભાવનાનું નિરાકરણ પણ કર્યું છે. ત્રણ કાવ્યગુણોનું સ્વરૂપ
ઉપર, કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયના પ્રથમ સૂત્ર(૪૧)માં શ્રીહેમદ્રાચાર્ય માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એ ત્રણ કાવ્યગુણો માન્ય કર્યા છે અને રસના જ
૪૮૬